સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં, મુંબઈ પોલીસે બાંદ્રા કોર્ટમાં 1613 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ઘણા ખુલાસા થયા છે. ચાર્જશીટમાં સૈફની પત્ની કરીના કપૂરનું નિવેદન પણ છે. ચાર્જશીટમાં કરીનાનું નિવેદન પણ સામેલ છે 15 જાન્યુઆરીની રાત્રે લગભગ 2.30 વાગ્યે સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. કરીનાએ પોતાના નિવેદનમાં આખી ઘટના જણાવી હતી. નિવેદનમાં, એક્ટ્રેસે કહ્યું કે ઘટનાના દિવસે, તે તેની મિત્ર રિયા કપૂરને મળ્યા પછી રાત્રે 1 વાગ્યે ઘરે પાછી આવી અને લગભગ 2 વાગ્યે, જહાંગીરની આયા ચીસો પાડતી તેના રૂમમાંથી બહાર આવી. આયાએ કહ્યું હતું કે બાબાના રૂમમાં એક માણસ હતો અને તેના હાથમાં છરી હતી. તે પૈસા માગે છે. જે બાદ કરીના અને સૈફ જહાંગીરના રૂમમાં પહોંચ્યા અને હુમલાખોરને જોયો. ત્યારબાદ હુમલાખોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો. આ ચાર્જશીટમાં 35 સાક્ષીઓનાં નિવેદનો તેમજ 25 સીસીટીવી ફૂટેજનો સમાવેશ થાય છે સૈફ અલી કેસમાં પોલીસને મહત્ત્વના પુરાવા મળ્યા 15 જાન્યુઆરીએ સૈફ પર હુમલો થયો હતો 15 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાન પર તેના ઘર, સતગુરુ શરણ એપાર્ટમેન્ટ્સમાં હુમલો થયો હતો. આ પછી સૈફ પોતે હોસ્પિટલ પહોંચ્યો હતો. તેને હાથ, કરોડરજ્જુ અને પીઠમાં ઈજા થઈ હતી. સારવાર બાદ, એક્ટરને 21 જાન્યુઆરીએ રજા આપવામાં આવી હતી. પોલીસે બે દિવસ પછી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી.