back to top
Homeસ્પોર્ટ્સUTT સીઝન-6નું મંગળવારે ઓક્શન યોજાશે:ભારતના રાઇઝિંગ સ્ટાર્સને સિનિયર પ્લેયર્સ સાથે રમવાનો અનુભવ મળશે; લીગ અમદાવાદમાં રમાશે

UTT સીઝન-6નું મંગળવારે ઓક્શન યોજાશે:ભારતના રાઇઝિંગ સ્ટાર્સને સિનિયર પ્લેયર્સ સાથે રમવાનો અનુભવ મળશે; લીગ અમદાવાદમાં રમાશે

ચાઇનીઝ પેડલર ફેન સિકકી, વર્લ્ડ નંબર 13 બર્નાડેટ ઝોક્સ, ઓલિમ્પિયન્સ અરુણા ક્વાડ્રી અને અલ્વારો રોબલ્સ, અને જુનિયર વર્લ્ડ નંબર 6 અંકુર ભટ્ટાચાર્યજીની આગેવાની હેઠળના કેટલાક ઉભરતા ભારતીય પેડલર્સ, 15 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં યોજાનારી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન 6 પ્લેયર ઓક્શનમાં મુખ્ય આકર્ષણ રહેશે. UTTના ઈતિહાસમાં પહેલીવાર, ટીમ રોસ્ટર્સને એક અનોખી ખેલાડીની ઓક્શનથી આકાર અપાશે, જે ફ્રેન્ચાઇઝીઓને તેમની ભરતી અને વ્યૂહરચના પર વધુ નિયંત્રણ આપશે. ઓક્શનના પૂલમાં રહેલા 56 ખેલાડીઓમાં, યુવા ખેલાડીઓ દિયા ચિત્તાલે અને યશસ્વિની ઘોરપડે…ભારતની ટોચની ક્રમાંકિત મહિલા સિંગલ્સ ખેલાડીઓ; ટીનેજ સનસનાટી સિન્ડ્રેલા દાસ, અને ભૂતપૂર્વ અંડર-17 વર્લ્ડ નંબર 1 પાયસ જૈન 25 વર્ષથી ઓછી ઉંમરના 25 રાઇઝિંગ ભારતીય સ્ટાર્સના જૂથનું નેતૃત્વ કરે છે, જેમણે બે વખતના ચેમ્પિયન હરમીત દેસાઈ, ભૂતપૂર્વ વિજેતાઓ સાથિયાન જ્ઞાનસેકરન, મનિકા બત્રા, સુતીર્થા મુખર્જી અને WTT કન્ટેન્ડર લાગોસ 2024ની વિજેતા શ્રીજા અકુલા જેવા અનુભવી ખેલાડીઓની સાથે પોતાનું સ્થાન મેળવ્યું છે. તમામ આઠ ટીમને ખેલાડીઓ પર બોલી લગાવવા માટે 50 લાખ વર્ચ્યુઅલ ટોકન્સ ફાળવવામાં આવ્યા છે, સાથે સાથે અગાઉની સિઝનના ખેલાડીને અંતિમ બિડ પ્રાઇસ સાથે રિટેન કરવા માટે માટે વન ટાઈમ રાઇટ ટુ મેચ (RTM) કાર્ડ પણ ફાળવવામાં આવ્યું છે. લીગ 29મી મે થી 15મી જુન દરમિયાન અમદાવાદમાં યોજાશે
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ નિરજ બજાજ અને વીટા દાણીએ પ્રમોટ કરેલી ફ્રેન્ચાઈઝી આધારિત લીગ તારીખ 29મી મે થી 15મી જુન દરમિયાન અમદાવાદના એકા અરેના ખાતે યોજાશે. પ્લેયર્સ પૂલ અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ‘UTT સીઝન-6નો ઓક્શન પૂલ દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ટેબલ ટેનિસે કેટલી પ્રગતિ કરી છે. અનુભવી ભારતીય અને ઈન્ટરનેશનલ સ્ટાર્સની સાથે 25 વર્ષથી ઓછી ઉંમરના 25 ખેલાડીઓએ પૂલમાં સ્થાન મેળવ્યું છે, તે સ્પષ્ટ છે કે આગામી પેઢી પહેલેથી જ ટેબલ પર આગળ વધી રહી છે. ભારતના ઓલિમ્પિક 2036ના સ્વપ્નના હાર્દમાં આવેલા શહેર અમદાવાદમાં આ લીગનું આયોજન કરવું યોગ્ય લાગે છે.’ આ ઓક્શનમાં 12 ઓલિમ્પિયન વિદેશી ખેલાડીઓ હશે
UTT સીઝન-6ના ઓક્શનમાં ભાગ લેનારા 16 વિદેશી પેડલર્સમાંથી 12 ઓલિમ્પિયન છે. પાછલી સીઝનથી પરત ફરનારાઓમાં યુટીટી સીઝન 2 ચેમ્પિયન એડ્રિયાના ડિયાઝ અને સ્પે સ્પેનની મારિયા ઝિયાઓનો સમાવેશ થાય છે. ડેબ્યુમાં બ્રિટ ઇરલેન્ડ, દિના મેશરેફ, ઝેંગ જિયાન અને જ્યોર્જિયા પિક્કોલિનનો સમાવેશ થાય છે. ફ્રાંસના લિલિયન બાર્ડેટ, જેણે ગત વખતે તેની પ્રથમ સીઝનમાં પ્રભાવિત કર્યા હતા જ્યારે ભૂતપૂર્વ યુટીટી ચેમ્પિયન ટિયાગો એપોલોનિયા અને કિરીલ ગેરાસિમેન્કો અનુભવ ઉમેરશે. કનક ઝા, રિકાર્ડો વોલ્થર, અને ઈઝાક ક્વેક પહેલી વખત પ્લેયર પૂલમાં પ્રવેશી રહ્યા છે. ભારતના રાઇઝિંગ સ્ટાર્સને સિનિયર પ્લેયર્સ સાથે રમવાનો અનુભવ મળશે
ભારતીય ટુકડી ઉભરતા સ્ટાર્સથી ભરેલી છે, જેમાં વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપના મેડાલીસ્ટ તનીશા કોટેચા, સુહાના સૈની, અને સયાલી વાની, એશિયન ચેમ્પિયનશિપના મેડાલીસ્ટ સરથ મિશ્રા, જેનિફર વર્ગીઝ, અભિનંદ પીબી, અને દીપિત પાટિલ જેવા ઉભરતા પ્રતિભાઓનો સમાવેશ થાય છે, જેઓ સિનિયર ખેલાડીઓ સાથે ખભાથી ખભો મિલાવવા માટે ઉત્સુક છે. ખેલાડીઓને ચાર બેઝ પ્રાઇઝ કેટેગરીમાં વિભાજિત કરાશે
પ્લેયર્સને ચાર બેઝ પ્રાઈઝ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવશે- પૂલ A (11 લાખ ટોકન), પૂલ B (7 લાખ), પૂલ C (4 લાખ), અને પૂલ D (2 લાખ). બિડિંગ 10,000 ટોકન્સના વધારા સાથે માળખાગત ફોર્મેટને અનુસરશે. અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન ઓક્શન પૂલ :
પૂલ A (11 લાખ ટોકન્સ): અલ્વારો રોબલ્સ (સ્પેન), કનક ઝા (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા), કિરિલ ગેરાસિમેન્કો (કઝાકિસ્તાન), રિકાર્ડો વોલ્થર (જર્મની), ક્વાડ્રી અરુણા (નાઇજીરિયા), એડ્રિયાના ડિયાઝ (પ્યુર્ટો રિકો), બર્નાડેટ ઝોક્સ (રોમાનિયા), બ્રિટ ઇરલેન્ડ (નેધરલેન્ડ્સ), દિના મેશરેફ (ઇજિપ્ત), ફેન સિકી (ચીન), મનિકા બત્રા, શ્રીજા અકુલા પૂલ B (7 લાખ ટોકન્સ): લિલિયન બડેટ (ફ્રાન્સ), ટિયાગો એપોલોનિયા (પોર્ટુગલ), ક્વેક ઇઝાક (સિંગાપોર), જ્યોર્જિયા પિકકોલિન (ઇટાલી), મારિયા ઝિયાઓ (સ્પેન), ઝેંગ જિયાન (સિનાપોર), અંકુર ભટ્ટાચારજી, હરમીત દેસાઇ, સાથિયાન જ્ઞાનશેખરન, દિયા ચિતલે, સુતીર્થા મુખર્જી, સ્વસ્તિકા ઘોષ, યશસ્વિની ઘોરપડે પૂલ C (4 લાખ ટોકન્સ): આકાશ પાલ, અનિર્બાન ઘોષ, દિવ્યાંશ શ્રીવાસ્તવ, પાયાસ જૈન, રોનિત ભાંજા, સ્નેહીત સૂરજજુલા, અનુષા કુટુમ્બલે, કૃતિકા સિંહા રોય, મધુરિકા પાટકર, રીથ રિષ્યા, સિન્ડ્રેલા દાસ, તનીષા કોટેચા પૂલ D (2 લાખ ટોકન): ચિન્મય સોમૈયા, દીપિત પાટિલ, જીત ચંદ્રા, મુદિત દાની, પીબી અભિનંદ, રેગન આલ્બુક્વેર્ક, રાજ મંડલ, સરથ મિશ્રા, સૌરવ સાહા, સુધાંશુ ગ્રોવર, યશંશ મલિક, અનન્યા ચંદે, જેનિફર વર્ગીઝ, નિખત બાનુ, પૃથા વર્તિકાર, સયાલી વાણી, સેલેના સેલેના સેલ્વકુમાર, સુહાના સૈની, યશિની શિવશંકર સહા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments