back to top
Homeગુજરાતકુતરાને બચાવવા જતાં કારમાં ભીષણ આગ:રોડ વચ્ચે કુતરું આવી જતાં ચાલકે સ્ટીયરિંગ...

કુતરાને બચાવવા જતાં કારમાં ભીષણ આગ:રોડ વચ્ચે કુતરું આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, કાર ઝાડ સાથે અથડાતા આગ ભભૂકી ઉઠી, સવાર દંપતીનો આબાદ બચાવ

વડોદરા જિલ્લામાં ડભોઇ‌-વડોદરા રોડ ઉપર પલાસવાળા ગામ નજીક કુતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી હતી. જો કે, સવાર દંપતી સમયસૂચકતા વાપરી ઉતરી જતા નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે કાર આગને પગલે બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ઝાડ સાથે અથડાતા ભીષણ આગ
મળેલી માહિતી પ્રમાણે વડોદરાનું દંપતિ પોતાની કારમાં ડભોઇથી વડોદરા તરફ આવી રહ્યું હતું. દરમિયાન પલાસવાળા ગામ પાસે રસ્તામાં કૂતરું આવી જતાં કારચાલકે કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતાં જ ચાલકે પોતે બહાર નિકળી અને પત્નીને પણ બહાર કાઢી લીધી હતી. જોકે, જીવ બચાવવામાં બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડાયા
ઘટના બનતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ઝાડ સાથે ભટકાયેલી કાર ગણતરીની મિનિટોમાં ખાખ થઇ ગઇ હતી. દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
ઉલ્લેખનીય છે કે, કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગવાની બનેલી ઘટનામાં દંપતીને સામાન્ય ઇજાને બાદ કરતાં પતિ-પત્નીનો આબાદ બચાવ થયો હતો. હાલ દંપતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments