back to top
Homeગુજરાતપોલીસને હથિયાર બતાવી ડરાવનાર મુખ્ય આરોપીની ધરપકડ:ચાર મહિનાથી ફરાર મોહમદ સરવરને હથકડી...

પોલીસને હથિયાર બતાવી ડરાવનાર મુખ્ય આરોપીની ધરપકડ:ચાર મહિનાથી ફરાર મોહમદ સરવરને હથકડી પહેરાવી ઘટનાસ્થળે લઈ જવાયો, રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ પોલીસે કરાવી ઉઠક બેઠક

અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ચાર મહિના અગાઉ અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં પોલીસને પણ હથિયાર બતાવી ડરાવી ગાડીમાં બેસાડી દીધી હતી. જોકે, આ ગુનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ છેલ્લા ચાર મહિનાથી ફરાર મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીને સ્થળ પર જ પોલીસે કરાવી ઉઠક બેઠક
આરોપીએ જે જગ્યાએ પોલીસ સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હથકડી પહેરાવી લઈ ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીને સ્થળ પર જ પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. ફરાર મુખ્ય આરોપીની કરાઈ ધરપકડ
ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો વિરૂદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી વિરૂદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી રાયોટિંગ, ગુજસીટોક સહિના ગુનામાં ફરાર હતો. શું છે સમગ્ર મામલો
18 ડિસેમ્બર 2024 બધુવારની રાત્રે બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં અસામાજિત તત્વોએ આતંક મચાવ્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં અસામાજિત તત્વોએ જાહેરમાં હથિયાર સાથે તોફાન કર્યું હતું. એટલું જ નહીં પોલીસની ગાડી પાસે ઉભેલા પોલીસકર્મીને પણ હથિયાર બતાવી જબરજસ્તી ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આરોપીઓએ રખિયાલ વિસ્તારથી આતંક શરૂ કર્યો હતો જે બાપુનગર સુધી ચાલ્યો હતો. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી
રખિયાલ અને બાપુનગર પોલીસે આ મામલે અલગ અલગ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓને પકડી પોલીસ દ્વારા ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ ગુનામાં મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments