back to top
Homeગુજરાતબહેનના ઘરે જમવાનું લેવા જતા ભાઇનું મોત:બોપલ બ્રિજ પર ડમ્પરચાલકે 25 વર્ષના...

બહેનના ઘરે જમવાનું લેવા જતા ભાઇનું મોત:બોપલ બ્રિજ પર ડમ્પરચાલકે 25 વર્ષના યુવકને ઉડાવ્યો; માતા-પિતાના ઘડપણનો સહારો છીનવાયો

અમદાવાદમાં વધતા અકસ્માતની વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શીલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા બાઈકચાલકને ડમ્પરચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પરચાલકને લોકોએ પકડીને પોલીસના સોંપ્યો છે. બાઈકચાલક જમવાનું લેવા બહેનના ઘરે જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની અડફેટે યુવકનું ઘટનાસ્થળે જ મોત
ઘાટલોડિયામાં રહેતો 25 વર્ષીય ઉમંગ પટેલ જોયસ કેમ્પસમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ઉમંગની બહેન શીલજ ખાતે રહેતી હતી. ગઈકાલે રાત્રે ઉમંગની બહેન કૃપાએ ઉમંગનું અને તેનાં માતા-પિતાનું જમવાનું બનાવ્યું હતું. જેથી ઉમંગ તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને શીલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો. શીલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો. રોડ પર પડવાના કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓએ ડમ્પરચાલકને પકડી પોલીસના હવાલે કર્યો
ગંભીર ઇજા થવાના કારણે ઉમંગનું સ્થળ પર જ મોત થયું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર ઊભું રખાવી ડમ્પરચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો. બનાવની જાણ થતા ઉમંગનાં માતા-પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતાં. બોપલ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments