રાજ્યમાં હવામાન વિભાગે બે દિવસ ગરમીમાં રાહતની આગાહી કરી હતી. જે આગાહી આજે પૂર્ણ થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે. આજે સતત બીજા દિવસે રાજ્કોટ શહેર સૌથી ગરમ રહ્યું. રાજકોટમાં ગરમીનો પારો 42.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટ સિવાય સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ભુજ, ડીસા, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 40ને પાર પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. રાજ્યમાં 15 એપ્રિલથી હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે. 13 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 15 એપ્રિલથી ફરી હીટવેવનો રાઉન્ડ શરૂ થશે
એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ છેલ્લા બે દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવતા મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો. પરંતુ, 15 એપ્રિલથી હવામાન વિભાગે ફરી તાપમાન વધવાની અને હીટવેવની આગાહી કરી છે. 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે.