ભાવનગરમાં ગરમીની સ્થિતિમાં રાહત જોવા મળી છે. તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 37.1 ડિગ્રી સુધી પહોંચ્યો છે. શહેરમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહના તાપમાનના આંકડા જોઈએ તો, 8 એપ્રિલે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી હતું. 9 એપ્રિલે તે વધીને 41.2 ડિગ્રી થયું હતું. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે. 10 એપ્રિલે 39.2 ડિગ્રી, 11 એપ્રિલે 39 ડિગ્રી અને 12 એપ્રિલે 37.1 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે. લૂથી બચવા માટે નાગરિકોને સૂચનાઓ આપવામાં આવી છે. સીધા સૂર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. લીંબુ સરબત, છાસ, નાળિયેરનું પાણી અને ORS જેવા પ્રવાહી વધુ પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવી છે. આજે 13 એપ્રિલે લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા છે અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહી છે.