back to top
Homeગુજરાતમન્ડે પોઝિટિવ:NRIઓએ વતનને 9 કરોડ દાન આપી ગામડાંની પરિભાષા બદલી નાંખી

મન્ડે પોઝિટિવ:NRIઓએ વતનને 9 કરોડ દાન આપી ગામડાંની પરિભાષા બદલી નાંખી

ગામડાંની વાત આવે એટલે કાચા રસ્તા, ગંદકી અને અવ્યવસ્થિત આયોજન વગરનું ચણતર નજર સામે આવે. પણ નડિયાદના ઉત્તરસંડાએ લોકોના મગજમાં રહેલી ગામડાંની પરિભાષાને જ બદલી નાખી છે. એનઆરઆઇ દાતાઓ દ્વારા આપવામાં આવેલાં રૂ. 9 કરોડના દાનને પગલે ઉત્તરસંડાની સૂરત જ બદલાઇ ગઇ છે. દાનમાં મળેલી માતબર રકમમાંથી તળાવનું બ્યુટિફિકેશન, ચિલ્ડ્રન અને સીનિયર સિટીઝન પાર્ક બનાવવાની સાથે સાથે ફિટનેસ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે.
ગામમાં પ્રવેશવાના ત્રણ પ્રવેશદ્વાર આવેલાં છે. કોઇપણ પ્રવેશદ્વારથી ગામમાં જઇએ એટલે પહેલાં તો તેની સ્વચ્છતા આંખે ઉડીને વળગે. વર્ષો જૂની ગ્રામ્ય વિસ્તારની રચના જેવું જ ગામ હોવાછતાં તેને આધુનિકતાના રંગે રંગવામાં આવ્યું છે. આખા ગામમાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. ગામમાં શાળા ઉપરાંત નાના બાળકોના આનંદ પ્રમોદ માટે ચિલ્ડ્રન પાર્ક છે. જેમાં રમતગમતના સાધનો છે. ગામમાં રહેતાં વડીલોને ચાલવા અને સમય પસાર કરવા માટે સિનીયર સિટીઝન પાર્ક અલાયદું બનાવવામાં આવ્યું છે લીલીછમ્મ વનરાજીવાળું ગાર્ડન સિનીયર સિટીઝનોનું ગમતું સ્થાન બન્યું છે. આ ઉપરાંત ગ્રામજનોને કોઇ જીમમાં ન જવું પડે અને ઘર આંગણે જ કસરત કરવા માટે પણ જરૂરી સાધનો મળી રહે તે માટે ફીટનેસ પાર્ક પણ અને વોક કરવું છે. ઉત્તરસંડા ગામમાં 12 હજારથી વધુની વસ્તી છે. બે હજારથી વધુ લોકો એનઆરઆઇ છે. જેમાં અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં સ્થાયી થયા છે. વતન પ્રેમીઓ દ્વારા પોતાના ઉત્તરસંડા ગામને ઉત્કૃષ્ટ બનાવવા માટે સતત દાનની સરવાણી વહાવવામાં આવતી રહે છે. તાજેતરમાં જ ઉતરસંડા ગામમાં અનેક નવીનીકરણના કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રામજનો અને એનઆરઆઇઓ દ્વારા રૂ. 9 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 3.41 કરોડ રૂપિયા તો એનઆરઆઇ દાતા મોહનભાઇ પટેલ તરફથી જ આપવામાં આવ્યા હતા. { સૂરજ બા સરોવર બ્યુટિફીકેશન: રૂ. 4.5 કરોડનો ખર્ચ
{ વેરાઇ તળાવનું બ્યુટિફિકેશન : રૂ. 2 કરોડનો ખર્ચ
{ 2 બસ સ્ટેન્ડ : રૂ. 30લાખ
{ ચિલ્ડ્રન પાર્ક – સ્કેટિંગ રિંગ : રૂ. 30 લાખનો ખર્ચ
{ સિનિયર સિટીઝન પાર્ક : રૂ. 22 લાખનો ખર્ચ
{ મુક્તિધામ : રૂ. 45 લાખ
{ નીલકંઠ – ફિટનેસ પાર્ક : રૂ. 54 લાખનો ખર્ચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments