એક્ટ્રેસ તમન્ના ભાટિયા આ દિવસોમાં વિજય વર્મા સાથેના બ્રેકઅપને કારણે સમાચારમાં છે. તાજેતરમાં એવું સામે આવ્યું છે કે તમન્ના તેના બ્રેકઅપને ખાનગી રાખવા માગતી હતી. જોકે, પરિવારની નજીક રહેલા એક્ટર ચિરંજીવીના કહેવાથી,તેણે બ્રેકઅપના સમાચાર મીડિયા અને ચાહકો સાથે શેર કર્યા. એવું પણ સામે આવ્યું છે કે તમન્ના લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેણે તેના પિતાને કહ્યું હતું કે વિજય તેના માટે પ્રતિબદ્ધ નથી. તાજેતરમાં જ પત્રકાર વિક્કી લાલવાણીએ જણાવ્યું છે કે, ચિરંજીવીએ તમન્ના ભાટિયાને તેમના બ્રેકઅપને જાહેર કરવાની સલાહ આપી હતી. તેમણે લખ્યું છે કે,- વિજય વર્મા અને તમન્ના ભાટિયાની પ્રેમકથા કેમ સમાપ્ત થઈ તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી. તમન્ના ભાટિયાના પિતા વિજય વર્માની વિરુદ્ધ હતા. જોકે, તેમણે સંમતિ આપી હતી કે બંને 2024-2025 સુધીમાં લગ્ન કરી લે. પરંતુ જ્યારે શ્રી ભાટિયા (તમન્નાના પિતા) તેમની પુત્રીને પૂછ્યું કે તેણે અચાનક લગ્ન વિશે વિચારવાનું કેમ બંધ કરી દીધું છે, ત્યારે તમન્નાએ જવાબ આપ્યો હતો કે તે હવે વિજય સાથે લગ્ન કરવા માગતી નથી. વિક્કી લવલાનીના રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, ‘લસ્ટ સ્ટોરી 2’ ની એક્ટ્રેસે તેના માતાપિતાને કહ્યું કે તેને હવે વિજય તેના પ્રત્યે પ્રતિબદ્ધ નથી લાગતો. એક્ટ્રેસ એ વાતથી પણ નારાજ હતી કે વિજયના કહેવાથી તેને સતત જાહેરમાં સાથે દેખાવું પડતું હતું. જ્યારે માતા-પિતાએ તમન્નાને પૂછ્યું કે તે આ વાત જાહેરમાં કેવી રીતે કહેશે, ત્યારે તમન્નાએ કહ્યું કે ‘આ વાત જાહેરમાં કહેવાની કોઈ જરૂર નથી’. રિપોર્ટ અનુસાર, તમન્ના ભાટિયાના પરિવારના નજીકના સાઉથ સ્ટાર ચિરંજીવી પણ ચર્ચામાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે તમન્ના તેના બ્રેકઅપના સમાચાર મીડિયા સાથે શેર કરે તો સારું રહેશે. નોંધનીય છે કે, તમન્ના ભાટિયાએ ચિરંજીવી સાથે ફિલ્મ ‘સે રા નરસિમ્હા’માં કામ કર્યું છે. ત્યારથી, ચિરંજીવી તેમના માટે એક પેરેન્ટ જેવો રહ્યો છે અને તેમના પરિવારની નજીક પણ છે. પ્રતિબદ્ધતાનો અભાવ બ્રેકઅપનું કારણ બન્યો તાજેતરમાં, આ કપલના એક નજીકના મિત્રએ સિયાસત ડેઇલીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તમન્ના અને વિજયના ભવિષ્ય વિશેના વિચારો મેળ ખાતા નહોતા. તમન્ના જલદી લગ્ન કરીને સ્થાયી થવા માગતી હતી, જોકે, વિજય હાલમાં લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અંગે પોતાનું મન સ્પષ્ટ કરી શક્યો ન હતો. વિજય અને તમન્નાએ 2023 માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. તમન્ના ભાટિયા અને વિજય વર્માએ 2023માં ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ ની રિલીઝ સમયે તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. ‘લસ્ટ સ્ટોરીઝ 2’ ની રિલીઝના થોડા મહિના પહેલા ગોવામાં બંને સાથે નવા વર્ષની પાર્ટી કરતા જોવા મળ્યા ત્યારે તેમના ડેટિંગના સમાચાર બહાર આવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં, આ કપલે જણાવ્યું હતું કે ‘લસ્ટ સ્ટોરીઝ 2′ ના શૂટિંગ દરમિયાન, તે બંને ફક્ત કો-આર્ટિસ્ટ હતા અને સેટ પર એકબીજા સાથે પ્રોફેશનલ રીતે વર્તતા હતા. શૂટિંગ પૂરું થયા પછી, વિજયે તમન્નાને ડેટ પર બોલાવી અને ધીમે ધીમે બંને નજીક આવતા ગયા. જૂન- 2023 માં તમન્નાએ એક ઇન્ટરવ્યૂમાં આ સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજયે કોઈપણ એટિટ્યૂડ વિના તેનો એપ્રોચ કર્યો હતો અને તેને પણ તેની સાથે ખૂબ સારું લાગે છે. તે તેની ખૂબ કાળજી રાખે છે.’ વિજયે એક વાર કહ્યું હતું કે, અમારી પાસે ૫ હજારથી વધુ ફોટોગ્રાફ્સ છે સંબંધને સત્તાવાર બનાવ્યા પછી, વિજય વર્માએ શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં કહ્યું હતું કે જો અમે એકબીજાને પસંદ કરીએ છીએ તો અમારે સંબંધ છુપાવવાની જરૂર નથી. અમારી પાસે એકબીજા સાથે ૫ હજાર ફોટા છે, પણ આ ફક્ત અમારા બે માટે છે, દુનિયા માટે નહીં.