મોરબીના હળવદ હાઇવે રોડ પર આવેલા ઊંચી માંડલ ગામ નજીક રોક સિરામિક કારખાનામાં એક દુःખદ અકસ્માત સર્જાયો છે. કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા 30 વર્ષીય વિરેન્દ્રકુમાર ચૌહાણ કામ દરમિયાન દિવાલ પરથી નીચે પડી ગયા હતા. અકસ્માતમાં વિરેન્દ્રકુમારને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નીતિનભાઈ દેસાઈ મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ગંભીર ઈજાઓને કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા આ ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.