રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીની દીકરી સમારા ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે સમારાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સમારા ફ્રેન્ચ ભાષામાં અભિનય કરતી જોવા મળે છે. યૂઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સમારાનો વીડિયો વાયરલ થયો આ થ્રોબેક વીડિયોમાં સમારા સાહની તેના સ્કૂલના ડ્રામામાં એક પાત્ર ભજવતી જોવા મળે છે. તેમાં તે ફ્રેન્ચ ભાષા બોલતી જોવા મળી રહી છે. રિદ્ધિમા કપૂર સાહનીએ ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તેની દીકરી સમારા તેના નાના ઋષિ કપૂર, નાની નીતુ કપૂર અને મામા રણબીર કપૂરની જેમ અભિનેત્રી બનવા માંગે છે અને તેને આ વાત ગમે છે. સમારા અનન્યા પાંડેને આદર્શ માને છે રિદ્ધિમા સાહનીએ એમ પણ કહ્યું હતું કે, તેની દીકરી સમારા ચોક્કસપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે. તેણે કહ્યું હતું કે, ‘સેમ 110 ટકા ફિલ્મોમાં આવશે.’ દરેક વ્યક્તિ માટે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરવો શક્ય નથી પણ અભિનય સેમના લોહીમાં છે. તે અનન્યા પાંડેને પોતાનો આદર્શ માને છે. સમારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે, સમારા પાસે સારી ફોટો પ્રેઝેંસ છે અને તે દરેક સામાજિક મેળાવડામાં પાપારાઝી સામે પોઝ આપે છે. તાજેતરમાં જ સમારાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં, સમારા આદર જૈન (રાજ કપૂરની દીકરી રીમા જૈનનો દીકરા) અને અલેખા અડવાણીના લગ્નમાં ફોટા ક્લિક કરતી વખતે નાની નીતુ કપૂરને ધક્કો મારતી જોવા મળી હતી. આ પછી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી. રિદ્ધિમાએ પોતાની દીકરીનો બચાવ કરતા કહ્યું હતું કે, આ વીડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. રિદ્ધિમાએ દીકરી સમારાને ટેકો આપ્યો રિદ્ધિમાએ કહ્યું હતું કે, સેમ ફક્ત પોઝ આપવાનો પ્રયાસ કરી રહી હતી, પણ આખી વાતને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી. તે ચિંતિત નહોતી, પણ ખૂબ જ ઉત્સાહિત હતી. ગાડીમાં પણ તે કહી રહી હતી, ‘મને ખબર છે કે ફોટોગ્રાફર્સ હશે અને હું આ રીતે પોઝ આપીશ.’ સમારા સાહની રિદ્ધિમા કપૂર સાહનીની દીકરી અને રણબીર કપૂરની ભત્રીજી છે. સમારાનો જન્મ 2011 માં થયો હતો, તે 14 વર્ષની છે.