પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પાણીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. તેમણે પાંચ અલગ-અલગ સ્થળોએ મુલાકાત લીધી હતી. શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર આવેલ હોવાથી બોટ મારફતે પોહચી ગામમાં માત્ર છકડો રીક્ષા હોવાથી અધિકારીઓ મંત્રી સહીત શિયાળ બેટમાં છકડો રિક્ષામાં ફરતા જોવા મળ્યા હતા અને ગ્રામજનો સાથે આ રીતે મુલાકાત કરી હતી મંત્રીએ સૌ પ્રથમ છતડીયા પાણી પુરવઠા હેડ વર્કસની મુલાકાત લીધી. ત્યારબાદ કડિયાળી હેડ વર્કસ અને પીપાવાવ પાણી પુરવઠાનું નિરીક્ષણ કર્યું. તેમણે મધદરિયામાં આવેલા શિયાળબેટ ટાપુની મુલાકાત લઈ પાણીની સ્થિતિ અંગે આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી. શિયાળ બેટ ગામમાં રિક્ષામાં સવાર થઈ મંત્રી ગામમાં ફરતા જોવા મળ્યાં
શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર આવેલ હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં માત્ર છકડો રીક્ષા હોવાથી અધિકારીઓ મંત્રી સહીત શિયાળ બેટમાં છકડો રિક્ષામાં ફરતા જોવા મળ્યા હતા અને ગ્રામજનો સાથે આ રીતે મુલાકાત કરી હતી ચાંચબંદર ખાતે પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી. વિકટર ડુંગર રોડ પર પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનના કામનું નિરીક્ષણ કર્યું. રાજુલા-જાફરાબાદમાં આવેલા છતડીયા, કડિયાળી અને મીતીયાળા બંધારા અંગે પીપાવાવ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, રાજુલા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ મયુરભાઈ દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ, જાફરાબાદ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ શિયાળ સહિત સ્થાનિક સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.