સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી આ વખતે શહેરમાં ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે ચૂંટણી થઈ રહી છે. બંનેનોના ઉમેદવારો દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. મહિલા ઉમેદવાર પણ મેદાનમાં આવતા ચૂંટણીનું ચિત્ર અલગ જ સામે આવ્યું છે. 5450 મતદારો મતદાન કરશે
સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે આજે સવારે 9 વાગ્યાથી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. સાંજે ચાર વાગ્યા સુધી 5450 જેટલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પહેલી વખત મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે, જેને કારણે એક સહાનુભૂતિનું વાતાવરણ પણ તેમના દર્શનમાં જોવા મળ્યો હતો. બંને પેનલના ઉમેદવારો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયાસ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં આ વખતે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રશાકસીનો જંગ જામ્યો છે. ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં આ વખતે પોતાના જીત માટે બહોળો પ્રચાર પ્રસાર કર્યો છે. શહેરભરમાં જાહેર હોલ્ડિંગથી લઈને સુરતના અલગ-અલગ મંદિરોમાં જઈને ઉમેદવારોએ પોતાના જીત માટે પ્રયાસો કર્યા છે. મતદાન મથક સુધી પહોંચતા મતદારોને સતત સંપર્ક કરીને રિઝવવાનો પ્રયાસ ઉમેદવારોએ કર્યો હતો. મતદાન સરળતાથી થાય તેના માટે પ્રયાસ કર્યાઃ આર.જી. શાહ
મુખ્ય ચૂંટણી અધિકારી આર.જી. શાહે જણાવ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે. સવારે 9:00 વાગે સાંજે ચાર વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. જેમાં કુલ 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આખી મતદાન પ્રક્રિયા કોમ્પ્યુટર થકી કરવામાં આવી રહી છે, જેમાં મતદાર કોઈપણ કોમ્પ્યુટર ઉપર જઈને પોતાનું મત પત્રક મેળવી શકે છે. 40 મતપેટી અને 22 ટેબલ ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને મતદાન કરવા આવેલા મતદારનો સમય ન બગડે. ઝડપથી મતદાન થઈ શકે તે માટે આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વિકલાંગ મતદારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વીલચેરનો ઉપયોગ કરીને તેઓ પણ ઝડપથી મતદાન કુટીર સુધી આવી શકે અને પોતાનો મત આપી શકે છે. મતદાન પ્રક્રિયા ચાર વાગ્યે પૂર્ણ થઈ ગયા બાદ મત ગણતરી શરૂ થશે.