back to top
Homeગુજરાતસ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રસ્તાનો અભાવ:સાપ કરડેલા વ્યક્તિ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી, જીવન-મરણ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રસ્તાનો અભાવ:સાપ કરડેલા વ્યક્તિ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાનારને 10 કિમી ઝોળીમાં લઈ જવા મજબૂર

નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં રહેતા ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહીં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ફક્ત 10 કિમી દૂર આરોગ્ય સુવિધાનો અભાવ જોવા મળ્યો, સાપ કરડેલા દર્દીને સારવાર માટે ઝોળીમાં નાખી 10 કિમી સુધી લઈ જવાયો હતો. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચી શકી હતી. આ ઘટનાએ સરકારની પોલી ખોલી છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ના પહોંચી નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ નહતી. ચાપટ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં સ્ટેચ્યુ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, ત્યાં આ ગામમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ અને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચતી નથી. ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડાયો મળતી માહિતી અનુસાર, સાપ કરડેલા દર્દીને સારવાર માટે લોકોએ ઝોળીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય રોડ તરફ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ખાનગી વાહનમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ સુવિધાનો અભાવ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું આ ગામ સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) 10 કિલોમીટર ના અંતરે આવેલું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથઈ મળી. જ્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity)ના નામે કરોડો રૂપિયા વિકાસના નામે ખર્ચ કરવામાં આવે છે. અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવામાં આવી હતી. રસ્તામાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. વિકસિત નર્મદાના ચાપટ ગામના ફળિયામાં 47 મકાનો અને લગભગ 250 લોકોની વસ્તી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ વિસ્તારમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. સરકાર આ ગામમાં જીવન જરૂરીયાત બાબતો ક્યારે પાડશે તે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments