હરિયાણાના સોનીપતમાં આવેલી ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગર્લફ્રેન્ડને ટ્રોલી બેગમાં હોસ્ટેલમાં લઈ જવાની આખી કહાની પ્રકાશમાં આવી છે. છોકરાઓ અને છોકરીઓના જૂથે ગર્લ્સ હોસ્ટેલમાં આ પ્લાનિંગ કર્યું. તેઓએ બીજા વર્ષની બિઝનેસ લો વિદ્યાર્થિનીને બેગમાં ભરી અને તેના બોયફ્રેન્ડને મળવા માટે બોય્ઝ હોસ્ટેલમાં મોકલી. રસ્તામાં આંચકો લાગવાથી બેગનું વ્હીલ તૂટી ગયું. આંચકાથી છોકરીએ ચીસ પાડી અને તેની પોલ ખુલી ગઈ. જ્યારે સુરક્ષા ગાર્ડે બેગ ખોલી તો તેમાંથી એક છોકરી બહાર આવી. પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું કે, પકડાયા બાદ છોકરીએ કહ્યું કે તે પ્રેન્ક કરી રહી હતી. જોકે, યુનિવર્સિટીએ તેને કારણદર્શક નોટિસ ફટકારી છે. હવે છોકરીને બેગમાં લઈ જવાની આખી કહાની ક્રમશ: વાંચો… વીડિઓ સંબંધિત આ 3 સવાલોના જવાબ નથી મળ્યા આ મામલે યુનિવર્સિટી અને પોલીસે શું કહ્યું… 1. યુનિવર્સિટીએ તેને મજાક-મસ્તી ગણાવી
વીડિયો વાઇરલ થયા પછી, યુનિવર્સિટીની ચીફ કમ્યુનિકેશન અધિકારી અંજુ મોહને કહ્યું- અમારી સુરક્ષા ખૂબ જ મજબૂત છે. બધે મેટલ ડિટેક્ટર લગાવેલા છે અને છોકરીને સ્થળ પર જ પકડી લેવામાં આવી હતી. આ તેના મિત્રોની મજાક-મસ્તી હતી. 2. પોલીસે કહ્યું- પ્રેન્ક જણાવ્યું, યુનિવર્સિટીએ નોટિસ જારી કરી યુનિવર્સિટીના પોલીસ ચોકીના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, બેગમાં પકડાયેલી છોકરીએ તેને એક મજાક એટલે કે પ્રેન્ક જણાવ્યું. યુનિવર્સિટી પ્રશાસને યુવતીને કારણદર્શક નોટિસ ફટકારી છે અને આ મામલાની સુનાવણી 25 એપ્રિલે થશે. તેઓ સમગ્ર ઘટનામાં કેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સંડોવાયેલા હતા તેની તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી.