અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. બનાવની જાણ થતાંની સાથે જ એક પછી એક 10થી 12 જેટલાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આજે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી, એવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ બાજુમાં આવેલી બી. આર.એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઇ હતી, જેને લઇ દોડધામ મચી જવા પામી હતી. કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરાયો
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ આઠ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતાં માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ભીષણ આગ
આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમને લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું આનુમાન છે. જોકે આગ લાગવાનાં કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અંકલેશ્વરના પાનોલીમાં લાગેલી આગના આકાશી દૃશ્યો સામે આવ્યાં છે, જેમાં જોઇ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં અગન જ્વાળા અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે. જલ એક્વા અને બી.આર.એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું. નાઈટ શિફ્ટમાં કર્મચારીઓ ન હોવાથી જાનહાનિ ટળી
આગના બનાવ અંગે બી.આર. એગ્રો કંપનીના એચ.આર. હેડ હિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાજુમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં આગ લાગી હતી. એ બાદ એ આગ ફેલાઈને તેમની કંપનીના વેરહાઉસમાં પહોંચી હતી, જેના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપની દ્વારા નાઈટ શિફ્ટમાં કર્મચારીઓ રાખવામાં આવતા નથી, આથી જાનહાનિ અટકી હતી. આગ ઓલવવા 15થી વધુ ફાયર ફાઈટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : ખંભાળિયાની મિલન રેસ્ટોરન્ટમાં મોડીરાત્રે આગ કેમિકલ ઢોળાતાં વાહનો સ્લિપ થવાના પણ બનાવ બન્યા
આ તરફ પાનોલીના સ્થાનિક ઝાકીરભાઈએ જણાવ્યું હતું કે… કંપનીમાં આગ લાગ્યા બાદ કેમિકલ ઊડ્યું હતું, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. તો માર્ગ પર કેમિકલ ઢોળાતાં વાહનો સ્લિપ થવાના પણ બનાવ બન્યા હતા. જોકે જ્વલનશીલ કેમિકલ ન હોવાના કારણે જાનહાનિ થઈ ન હતી, પરંતુ વારંવાર બનતા આવા બનાવો રોકવામાં આવે તેવી તેઓ દ્વારા માગ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં વિકરાળ આગ
ગત 14 માર્ચે પણ અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા નોબલ માર્કેટના ત્રણ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હતી, જે આગ આઠ ગોડાઉન સુધી પ્રસરી ગઇ હતી. ભડકોદ્રા ગામ નજીક એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય આઠ ગોડાઉનને પણ પોતાની ચપેટમાં લીધાં હતાં. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…