કડીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. છત્રાલ રોડ પર આવેલા તપોવન કોમ્પ્લેક્સમાં 14મી ફેબ્રુઆરીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કતલખાના ચલાવનારાઓ ભાજપને કરોડો રૂપિયા આપે છે. ભાજપે ગોધરાકાંડ, અક્ષરધામ પર હુમલો અને પુલવામાકાંડ કરીને સત્તા મેળવી છે. ભાજપમાં કાર્યકરો પોતાના જ નેતાના ટાંટિયા ખેંચે છે : શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈને કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો તેમના જ નેતાના ટાંટિયા ખેંચે છે. કેશુબાપાને ધરતીકંપ બાદની સ્થિતિનું હેન્ડલિંગ કરતાં આવડતું નથી, તેવા ગપ્પા મારીને દિલ્હીવાળાને કહેવામાં આવ્યું. કેશુભાઈ પટેલના સમયગાળા દરમિયાન થયેલી ત્રણ પેટાચૂંટણીમાં ભાજપના આગેવાનોએ જ પોતાના પક્ષને હરાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. ભાજપે ગોધરાકાંડ અને પુલવામાકાંડ કરીને સત્તા મેળવી : શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાજપ માનવતા વગરની પાર્ટી છે. સત્તા મેળવવા માટે ગોધરા ટ્રેન સળગાવી પડે તોપણ તેમને સંકોચ થતો નથી કે શરમ આવતી નથી. ગોધરાકાંડ બાદ ભાજપે લઘુમતી સમુદાય, બહેનો, બાળકો વૃદ્ધો પર અત્યાચારો કર્યા. ભાજપે ગોધરાકાંડ , કત્લેઆમ કરીને અને પુલવામાકાંડ કરીને, અક્ષરધામ કરીને સત્તા મેળવી છે. ભાજપમાં પાર્ટીના કાર્યકર્તાઓ પર આગેવાનોનો ત્રાસ : શંકરસિંહ
ભાજપના 30 વર્ષના શાસનમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વકર્યો છે. પાર્ટીનો કાર્યકર પહેલાં પણ મત આપતો હતો અને અત્યારે પણ મત આપે છે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ પર આગેવાનોનો ત્રાસ અને ભય વધ્યો છે. ભાજપના આગેવાનો પોતાના જ કાર્યકરોને દબાવે છે.
કાચી બુદ્ધિના અને અંધ લોકો ભાજપને મત આપે છે : શંકરસિંહ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાર્ટીઓ આવવાની ને જવાની આપણે બધા કાયમ છીએ એ પાર્ટીના આધારે એક માનસિકતા ડર કરી જતી હોય છે, એમ છતાં લોકો તે પાર્ટીને મત આપે છે, તો કાં તો લોકોના મગજમાં છટકી ગયા હોય, કાં તો પછી કાચી બુદ્ધિનો હોય, કાં તો પછી અતિશય અંધ ભક્તો હોય એવી વ્યક્તિ જ ભાજપને મત આપે છે. કતલખાનાવાળા કરોડો રૂપિયા ભાજપને આપે છે : શંકરસિંહ
તેમણે કહ્યું હતું કે આપણે ગાયની પૂજા કરીએ છીએ, પણ ગૌમાતા જે કતલખાનામાં કપાય છે, એ કતલખાનાવાળા લોકો 500 કરોડ રૂપિયા કરતાં વધારે ભાજપને ચૂંટણી સમયે ડોનેશન તરીકે આપે છે અને ભાજપ એનાથી લોકોના મત ખરીદે છે. હું જૈન સમાજને કહેવા માગું છું કે જે સમાજ અહિંસાનો પૂજારી થઇને હિંસા કરનાર ભાજપને મત આપે છે. જૈન સમાજ અને તેના ધર્મગુરુઓને ખબર નથી કે આ ગાયો કાપવાવાળાનું ડોનેશન લેવાય નહીં. 2002માં ગુજરાત નથી જોયું, તેમણે પુલવામા જોયું નથી, તેમને અત્યારે હાલ તોફાન ધમાલ થાય તો તમે બધા જોતા નથી. જૈન સમાજ આંધળો થઈને હિંસાના પૂજારીઓને મત આપતો હોઈ, મને એ સમાજની દયા આવે છે, તમે એટલા આંધળા છો, તમને એટલું દેખાતું નથી કે ભાજપભક્ત છો કડી વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી
કડી વિધાનસભાના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ 4 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદની એક હોસ્પિટલમાં કેન્સરથી અવસાન થયું હતું. 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કડી બેઠક પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેમના અવસાનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હોવાથી આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે.