ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે. સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. પવનની દિશા હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ હોવાથી રણ પ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે. આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ગરમીનો યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક બાદથી ગરમીનું યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા આજે અમદાવાદ શહેર માટે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાથી હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતના રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ગુજરાત રાજ્યના મહત્તમ તાપમાનમાં આગામી ચાર દિવસ વધારો થઈ શકે છે ફરી એક વખત તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક બાદ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર થાય એવી શક્યતા છે. ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદથી સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં હીટવેવની સંભાવના છે. આગામી 15થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર જિલ્લામાં યલો જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનો ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 Km પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફુંકાશે. આગામી 17 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રવિવારે 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ અગનભઠ્ઠી બન્યું
રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનો પારો ગગડ્યા બાદ પણ રાજકોટવાસીઓને રાહત મળી ન હતી. રવિવારે પણ રાજકોટમાં ગરમીનો પારો 42.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટ સિવાય અન્ય 6 શહેરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 13 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 15 એપ્રિલથી ફરી હીટવેવનો રાઉન્ડ શરૂ થશે
એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ છેલ્લા બે દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવતાં મોટા ભાગના જિલ્લાઓના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો, પરંતુ 15 એપ્રિલથી હવામાન વિભાગે ફરી તાપમાન વધવાની અને હીટવેવની આગાહી કરી છે. 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે.