આજે 14 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતભરમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો વડોદરામાં પણ મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ મહારેલી સ્વરૂપે કમાટીબાગ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પહોંચી પૂષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજકોટ અને સુરતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.