સિવિલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં કેટલાક સ્થળો પર અમુક વ્યક્તિઓ રાત્રિ દરમિયાન જાહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા દારૂની મહેફિલ માણતા હોય અને દેશી તેમજ અંગ્રેજી દેશી દારૂની ખાલી બોટલો મળી આવતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. તે સમયે હાલમાં સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં ફરી એકવાર દારૂની કેટલી ખાલી બોટલો મળી આવતા અનેક પ્રકારની શંકા કુશંકા સેવાય રહી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં અમુક કચરાના ઢગલામાં કે અવારૂ જગ્યા કે ઝાડી ઝાંખરામાં દારૂની ખાલી બોટલ જોવા મળતી હોય છે, પણ હવે સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ કોલેજમાં ડોકટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. એટલું નહીં પણ ત્યાં હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સંબંધી સાથે સારવાર માટે પણ આવે છે. તેવા સમયે સ્મીમેર હોસ્પિટલના મેઇન ગેટ નજીકમાં જાહેરમાં કેટલી દારૂની ખાલી બોટલો તથા ધણી દેશી દારૂની કોથળી જોવા મળી છે. જેથી અનેક પ્રકારની શંકા કુશંકાઓ સેવાય છે. હોસ્પિટલના અમુક કર્મચારી કે બહારના લોકો કેમ્પસ કે અન્ય સ્થળે દારૂની મહેફિલ થઈ હશે? બાદમાં કેટલાક વ્યકિત દારૂની પીધા પછી ખોલી બોટલો અને દેશી દારૂની કોથળી ફેકતા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ પહેલાં પણ હોસ્ટેલ બહાર અને નીચે દારૂની ખાલી બોટલો મળી આવી હતી. નોધનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પણ અગાઉ પોસ્ટમોર્ટમ રૂમ પાસે, ગ્રાઉન્ડ પાસે સહિતની ખુલ્લી જગ્યામાં રાત્રિના સમય દરમિયાન કેટલાક વ્યક્તિઓ દારૂ પીતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી જાણે સ્મીમેર કેમ્પસ અને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ દારૂ પીવા માટેનું સ્થળ બની ગયું હોય એવું ચર્ચાઇ રહ્યુ છે.