સુરત શહેરમાં લૂંટ માટે દેશી હથિયાર મેળવી ચૂકેલા ચાર ગુનાખોરોએ ગંભીર ઘટનાને અંજામ આપવા માટે કવાયત શરૂ કરી દીધી હતી. લૂંટનો પ્લાન ઘડી ચૂકેલા આ શખસોએ ગુનાને અમલમાં મૂકવા અગાઉ સુરતના પુણા ગામ વિસ્તારની ખુલી જગ્યા પર કન્ટ્રી મેડ પિસ્તોલ અને તમંચા સાથે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી, જેથી ગુનાના સમયે કોઈ ગડબડ ન થાય. જોકે, તેમના આ પ્લાનિંગ વિશે પોલીસને સૂત્રો મારફતે માહિતી મળી જતા ક્રાઈમ બ્રાંચ એક્શનમાં આવી ગઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે, પૈસાની જરૂરત હોવાથી તેઓએ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ, તમંચો અને બે કાર્ટીઝ ઝડપી પાડ્યા
પોલીસે ચોક્કસ બાતમીના આધારે જહાંગીરપુરા વિસ્તારના ધનુષ બંગલોઝ સામેની ખુલ્લી જગ્યામાં બેઠેલા આરોપીઓ પર રેડ કરતા તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, એક દેશી પિસ્તોલ અને બે જીવંત કાર્ટીઝ મળ્યા હતા. પોલીસે આરોપીઓને લૂંટના પ્લાન સાથે પિસ્તોલ વડે ફાયરિંગની તૈયારી કરતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ આરોપીઓ પૈકી ત્રણ જણ અગાઉ પણ મુંબઇ, સુરત, વલસાડ અને ઉત્તરપ્રદેશમાં લૂંટ, ધાડ, ખૂન અને હથિયારના કેસમાં પકડાઈ ચુક્યા છે. પિસ્તોલ અને તમંચા સાથે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી
પકડી પડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા, ગુલશન ઉર્ફે ટીન્કુ, નિલેશ ઉર્ફે અજીત અને રત્નેશ ઉર્ફે ગગનનો સમાવેશ થાય છે. તેમની વધુ માહિતી તપાસતાં જાણવા મળ્યું છે કે, તેઓ થોડા સમય પહેલાં જ જુદા જુદા ગુનાઓમાં જેલભોગવીને બહાર આવ્યા છે. તેમ છતાં ફરીથી ગુનાની દુનિયામાં કૂદીને લૂંટ માટે હથિયાર ભેગાં કર્યા હતા અને તદ્દન ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને તમંચા સાથે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટ અને જેપી એકટ મુજબ કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચે આ સમગ્ર ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટ અને જેપી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તેઓની પુછપરછ ચાલી રહી છે અને તેમનાં અન્ય સાગરિતોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, પોલીસે સમયસર દબોચ લેતાં એક ગંભીર લૂંટના ગુનાને અંજામ આપતા અટકાવ્યા હતા.