રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરા શહેરવાસીઓને વીજકાપ સહન કરવાનો વારો આવશે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા સમારકામની કામગીરીના કારણે 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુનઃ ચાલુ કરી દેવાશે. આ વીજકાપ કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તે જાણો. આ વિસ્તારમાં વીજ પુરવઠાનો કાપ રહેશે