રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 12 રનથી વિજય મેળવ્યો હતો. 19મી ઓવરમાં, મુંબઈએ દિલ્હીના ૩ બેટ્સમેનોને સતત રન આઉટ કર્યા અને મેચ જીતી લીધી. આ ઓવરમાં આશુતોષ શર્મા, કુલદીપ યાદવ અને મોહિત શર્મા આઉટ થયા હતા. રવિવારે દિલ્હીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. મુંબઈએ 5 વિકેટ ગુમાવ્યા બાદ 205 રન બનાવ્યા. તિલક વર્માએ ફિફ્ટી ફટકારી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સતત ચાર જીત પછી દિલ્હીનો આ પહેલો પરાજય છે. કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યા. કર્ણ શર્માએ 3 વિકેટ લીધી. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બોલિંગ કરવા આવેલા કર્ણ શર્માએ 3 વિકેટ લીધી. તેણે અભિષેક પોરેલની વિકેટ લીધી અને કરુણ નાયર સાથેની તેની સદીની પોર્ટનરશિપ તોડી. ત્યારબાદ કર્ણે ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેએલ રાહુલની મોટી વિકેટો પણ લીધી. 2. જીતનો હીરો 3. ફાઇટર ઓફ ધ મેચ ઇમ્પેક્ટ પ્લેયર કરુણ નાયરે દિલ્હી કેપિટલ્સ માટે સિઝનની પોતાની પહેલી મેચ રમી હતી. તેણે ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ સામે શરુઆતની ઓવરોમાં એટેક કર્યો. તેણે 40 બોલમાં 89 રન બનાવ્યા. તેની વિકેટ પછી, દિલ્હી કેપિટલ્સ રન ચેઝમાં પડી ભાંગી. 4. ટર્નિંગ પોઈન્ટ દિલ્હી કેપિટલ્સને 12 બોલમાં 23 રનની જરૂર હતી. અહીં જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો. બુમરાહ સામે આશુતોષ શર્માએ પહેલા 3 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલ પર, આશુતોષ બીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો. કુલદીપ યાદવે 5મા બોલ પર 2 રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ રન આઉટ થઈ ગયો. મોહિત શર્માએ છેલ્લા બોલ પર સિંગલ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ મિશેલ સેન્ટનરના સીધા હિટથી તે રન આઉટ થયો. દિલ્હી અહીં ઓલઆઉટ થઈ ગયું અને 12 રનથી મેચ હારી ગયું. 5. નિકોલસ પૂરન ટોપ સ્કોરર લખનૌના નિકોલસ પૂરન 349 રન સાથે ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ચેન્નાઈનો નૂર અહેમદ 12 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની બીજી જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગયું. દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને પહોંચી ગયું. Topics: