દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEET એટ્લે કે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટમાં 2 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આગામી 4 મેએ આ ફેરફારો સાથે NEET પરીક્ષા લેવાશે, જેમાં ગત વર્ષે NEETની પરીક્ષા દરમિયાન ગેરરીતિના કિસ્સાઓ સામે આવતાં આ વખતે પ્રથમ વખત એકપણ ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં નહીં આવે. માત્ર સરકારી સંસ્થા પર જ પરીક્ષા યોજાશે. આ ઉપરાંત કોરોનાકાળમાં 4 વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો, જેને હવે બંધ કરાશે. 4 મે NEETની પરીક્ષા યોજાશે
આ અંગે માહિતી આપતા મોદી ગ્રુપ ઓફ સ્કૂલમાં એકેડેમિક ડિરેક્ટર અલ્પેશ શાહે જણાવ્યું હતું કે NEETની પરીક્ષા આ વખતે 4મે ના લેવામાં આવશે. આ વખતે મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવવાની છે ત્યારે એમાં 2 મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાણવા ખૂબ જ જરૂરી છે. ખાનગી સંસ્થાઓને સેન્ટર ફાળવ્યા નથી
ગત વર્ષે NEETની પરીક્ષા દરમિયાન ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા. ગુજરાતના ગોધરા સહિત દેશમાં અલગ અલગ જગ્યાએથી ગેરરીતિની બાબતો સામે આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નો મૂકી દેવાનું કહેવામાં આવ્યું તો કેટલાંક પરીક્ષા કેન્દ્ર પરથી ઉત્તરવહીઓ મોડી સબ્મિટ થઈ હતી. આ પ્રકારની ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ વખતે લેવાનાર NEET પરીક્ષા સરકારી સંસ્થાઓ ખાતેથી જ લેવામાં આવશે એકપણ ખાનગી સંસ્થાઓને પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં નહીં આવે, જેથી પરીક્ષા દરમિયાન પારદર્શકતા જળવાઈ રહે. વર્ષ 2021થી 2024 સુધી 200માંથી 180 પ્રશ્નો લખવાના થતા
બીજો મહત્ત્વનો ફેરફાર એ છે કે જ્યારથી મેડિકલમાં પ્રવેશ માટે NEET પરીક્ષા શરૂ થઈ ત્યારથી 720 માર્કના 180 પ્રશ્ન પૂછવામાં આવતા હતા, પરંતુ વર્ષ 2021થી 2024 સુધી 200માંથી 180 પ્રશ્નો લખવાના થતા, એટલે કે વિદ્યાર્થીઓને ઓપ્શન આપવામાં આવતાં હતાં, જેમ કે ફિઝિકસ અને કેમિસ્ટ્રીના 180-180 માર્કના 45-45 પ્રશ્નો લખવાના થતા. એમાં 50-50માંથી 35-35 પ્રશ્ન ફરજિયાત તો 15-15માંથી કોઈપણ 10-10 સવાલો લખવાના થતા હતા. જ્યારે બાયોલોજીમાં 90 પ્રશ્ન લખવાના થતા, જેમાં 70 પ્રશ્ન ફરજિયાત તો બાકીના 30માંથી 20 પ્રશ્નો લખવાના થતા હતા. 720 માર્કના 180 MCQ લખવાના રહેશે
જોકે હવે લેવાનારી NEET પરીક્ષામાં ઓપ્શનનો લાભ બંધ થઈ જશે, એટ્લે કે MCQ પ્રકારના 720 માર્કના 180 પ્રશ્નો લખવાના રહેશે, જેમાં દરેક સાચા પ્રશ્નનોના 4 ગુણ હશે, જેમાં કોઈ વિદ્યાર્થી સવાલનો જવાબ લખતો નથી તો તેના 4 માર્ક કપાય છે અને જો ખોટો જવાબ લખે છે તો તેના 5 માર્ક કપાશે, એટલે કે પ્રત્યેક ખોટા ગુણમાં માઈનસ પદ્ધતિથી -1 ગુણ કપાશે. 7 વર્ષ બાદ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં ઘટાડો
આ ઉપરાંત NEETની પરીક્ષા દરમિયાન 7 વર્ષ બાદ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2017થી ગુજરાત સહિત દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટે NEET પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી ત્યારે પ્રથમ વર્ષે દેશમાં 11.38 લાખ વિદ્યાર્થી હતા.એજે બાદ વર્ષ 2024 સુધી સંખ્યા વધીને 24 લાખ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ આ વર્ષે આ સંખ્યામાં અંદાજે 1.6 લાખ વિદ્યાર્થીનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે આ વખતે 23 લાખ આસપાસ રજિસ્ટ્રેશન થશે. કોરોનાકાળ દરમિયાન માસ પ્રમોશન હતું એટલે સ્વાભાવિક છે કે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હોય. જેમને રી-નીટ એક્ઝામ આપી હોય, પરંતુ આ વખતે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2017માં NEET પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી એ પહેલાં બોર્ડ અને ગુજકેટના માર્કના આધારે રાજ્યની મેડિકલ કોલેજની 85% સીટો ભરાતી હતી અને 15% સીટો ઓલ ઇન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટના માધ્યમથી ભરાતી હતી, જોકે બાદમાં કેન્દ્ર સરકારને થયું કે મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીને અલગ અલગ પરીક્ષા આપવી પડે છે એટલે કે ગુજકેટ, AIPM અને AIIMS પરીક્ષા આપે, જોકે હવે સિંગલ NEET પરીક્ષાના આધારે મેડિકલમાં પ્રવેશ થાય છે, જેમાં ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોની 85 ટકા સીટો માટે સ્ટેટ મેરિટ બનાવવામાં આવે છે. ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે, જેમના માટેનું સ્ટેટ મેરિટ લિસ્ટ બને છે. ગુજરાત બહારની મેડિકલ કોલેજમાં એડમિશન માટે મેરિટ બહાર પડે છે
જ્યારે બાકીની 15% સીટ માટે અલગ મેરિટ બને છે, જેને ઓલ ઇન્ડિયા ક્વોટા કહેવામાં આવે છે, જેમાં ગુજરાતની 15 ટકા ઉપરાંત એઇમ્સ અને ગુજરાત બહારની મેડિકલ કોલેજમાં એડમિશન માટે મેરિટ બહાર પડે છે. આ ઉપરાંત નીટ પરીક્ષામાં એલિજિબલ થવા માટે બોર્ડના વિદ્યાર્થીઓ ધોરણ 10માં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 50%થી વધુ લાવવા પડે છે. જ્યારે ઓબીસીમાં 45% તો એસસી એસટીમાં 40% કે તેથી વધુ લાવવા પડે છે, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં કુલ માર્ક્સના 50% લાવવા પડે છે, જેનાથી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં એડમિશન મળી શકે છે. રાજકોટની NEETના સારાં પરિણામની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી
ગત વર્ષે જ્યારે સુપ્રીમ કોર્ટની પ્રોસિડિંગ ચાલી રહી હતી ત્યારે રાજસ્થાનના સિકર અને કોટા ઉપરાંત આંધ્રપ્રદેશના નમક્કલની સાથે રાજકોટની NEETનાં સારાં પરિણામની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી, જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કેન્દ્રો પર એટલી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે કે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં અહીના વિદ્યાર્થીઓ ઝળકી ઊઠે છે, જેનો ફાયદો રાજકોટ AIIMSમાં પણ થઈ રહ્યો છે. આગામી વર્ષે AIIMSની મેડિકલની પ્રથમ બેચ બહાર પડશે. એમાં અહીંના અનેક વિદ્યાર્થીઓ એઇમ્સમાં જઈ રહ્યા છે. ગત વર્ષે 15 વિદ્યાર્થી એવા હતા, જેઓ રાજકોટના છે અને એઇમ્સ રાજકોટમાં અભ્યાસ કરી રહ્યા છે. NEET પરીક્ષામાં દેશમાં વર્ષ 2017થી અત્યારસુધીના વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશન ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ બાદ સીટ અને ફીનું ધોરણ મેડિકલ MBBS
ડેન્ટલ BDS
આયુર્વેદિક BAMS
હોમીયોપેથી BHMS