તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જાટ’ના પ્રમોશન દરમિયાન, રણદીપ હુડ્ડાને જ્યારે કંગના રનૌત સાથેના તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું, અમારો સંબંધ હંમેશા પ્રોફેશનલ અને આદરપૂર્ણ રહ્યો છે. અમે ઘણા પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું છે, પરંતુ ક્યારેય કોઈ પર્સનલ સંઘર્ષ થયો નથી. પરંતુ 2019માં જ્યારે રણદીપે ‘ગલી બોય’ માં આલિયા ભટ્ટની એક્ટિંગની પ્રશંસા કરી ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ એ જ પર્ફોર્મન્સ હતું જેને કંગનાએ જાહેરમાં ‘મીડિયોકર’ કહ્યું હતું. રણદીપે આલિયાના સ્પોર્ટમાં ટ્વિટ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે- ‘કેટલાક ઑકેઝનલ એક્ટર્સ અને ક્રોનિક વિક્ટિમ્સના મંતવ્યો’ આલિયાના કામને અસર કરી શકતા નથી. ભલે આ ટ્વીટમાં કોઈનું સીધું નામ લેવામાં આવ્યું નથી, પણ સંકેત સ્પષ્ટ હતો. હવે રણદીપે સ્વીકાર્યું કે હા, તે ટ્વીટ માત્ર કંગના માટે જ હતું. તેણે કહ્યું, હાઇવેમાં આલિયા સાથે કામ કર્યા પછી મેં જે બોડીંગ બનાવ્યું હતું, તે આજે પણ હું ફિલ કરું છું. મને લાગ્યું કે તે સમયે કંગના જરૂર કરતાં વધુ બોલી રહી હતી. મેં ક્યારેય તેની સાથે ઝઘડો કર્યો નથી, પણ મને લાગ્યું કે તેને મર્યાદા ઓળંગી ગઈ છે. રણદીપે એમ પણ કહ્યું કે- કંગના એક બ્રાઈટ એક્ટ્રેસ છે અને આવી વસ્તુઓ તેને શોભતી નથી. કોઈ બીજાને નીચું બતાવીને પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે ત્યારે મને તે ગમતું નથી. મને પણ ઇન્ડસ્ટ્રીમાં અન્યાયનો સામનો કરવો પડ્યો છે, પરંતુ મેં ક્યારેય મારું ગૌરવ છોડ્યું નથી. તે ટ્વીટ ફક્ત એક સ્ટેન્ડ લેવાનો એક રસ્તો હતો. રણદીપે પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી, તો સાથે જ પોતાના અંગત જીવન વિશે પણ દિલથી જવાબો આપ્યા. વર્ષ 2023માં, તેણે મણિપુરી એક્ટ્રેસ અને મોડેલ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા. રણદીપ પોતે હરિયાણાનો જાટ છે અને લિન મણિપુરની છે. બંનેએ ઇમ્ફાલમાં પરંપરાગત મણિપુરી રીતિ-રિવાજથી લગ્ન કર્યા. રણદીપે કહ્યું, સ્કૂલના સમયમાં હું ખૂબ જ ઉદાસ રહેતો હતો. મને લાગ્યું કે દુનિયામાં બીજા કોઈને પણ મારા જેવા દુઃખમાંથી પસાર થવું ન જોઈએ. એટલા માટે મને ક્યારેય લગ્ન કરવાનું મન થયું નહીં. પણ પછી હું લિનને મળ્યો… અને બધું બદલાઈ ગયું. શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં, રણદીપે એ પણ જણાવ્યું કે તેણે ઉત્તર-પૂર્વમાં લગ્ન કેમ કર્યા. પ્રેમમાં જાતિ, ધર્મ, પ્રદેશ જેવી બાબતોનો વિચાર કરવામાં આવતો નથી. અમારા બંને વચ્ચેનો તાલમેલ મેળ ખાતો હતો. લગ્નજીવનમાં કેટલીક મુશ્કેલીઓ હતી. મારા પરિવારના સભ્યોને પણ જાટ લોકો સાથે સમસ્યા હતી. મારા પરિવારમાં હું પહેલો વ્યક્તિ છું જેણે જાટ સિવાયના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે મણિપુરમાં વાતાવરણ સારું નહોતું. રણદીપે કહ્યું- લિન પ્રત્યે આદર હોવાથી, મેં નક્કી કર્યું કે લગ્ન ફક્ત તેના શહેરમાં જ થવા જોઈએ. અમે ભારતીય સેનાની મદદ લીધી. હું અને મારા પરિવારના 9 સભ્યો એક આર્મી બ્રિગેડિયરના ઘરે રોકાયા. અમારી સાથે બધે સુરક્ષા હતી. અમારા લગ્નમાં મહેમાનો ઓછા હતા અને સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધુ હતી. રણદીપે કહ્યું કે- જ્યારે લગ્નના ફોટા બહાર આવ્યા, ત્યારે આખા દેશે ફક્ત તેને અને લિનને જ નહીં, પરંતુ મણિપુરી સંસ્કૃતિને પણ ઘણો પ્રેમ આપ્યો. અમે કોઈ મોટું નાટક નથી રચ્યું. આમાર લગ્ન ખૂબ જ સાદગી પૂર્વક થયા હતાં. ત્યાં ઇન્ટરનેટ નહોતું, છતાં અમને ખબર પડી કે કોઈએ અમારા લગ્નનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું.