આજે એટલે કે 15 એપ્રિલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹190 ઘટીને ₹93,163 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹93,353 હતો. આ તેનું ઓલ ટાઈમ હાઈ સ્તર છે. એક કિલો ચાંદીનો ભાવ ₹1,934 વધીને ₹94,863 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹92,929 પ્રતિ કિલો હતો. 28 માર્ચે ચાંદીએ 1,00,934 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. 4 મેટ્રો શહેરો અને અમદાવાદમાં સોનાનો ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 17,001 રૂપિયા મોંઘુ થયું છે
આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 17,001 રૂપિયા વધીને 76,162 રૂપિયાથી 93,163 રૂપિયા થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પણ 8,846 રૂપિયા વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી 94,863 રૂપિયા થયો છે. તે જ સમયે, ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું. વર્ષના અંત સુધીમાં સોનું ₹1.10 લાખ સુધી પહોંચી શકે છે
અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ અને મંદીના ભયને કારણે, આ વર્ષે સોનું $3,700 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો આંતરરાષ્ટ્રીય દરો અનુસાર ગણતરી કરવામાં આવે તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. વિદેશી રોકાણ બેંક ગોલ્ડમેન સૅક્સે આ અંદાજ જાહેર કર્યો છે. ફક્ત પ્રમાણિત સોનું ખરીદો
હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પ્રમાણિત હોલમાર્કવાળું સોનું ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે. આને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ સંખ્યા આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવી – AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે ચોક્કસ સોનું કેટલા કેરેટનું છે.