ઈમ્પોર્ટમાં વધારાને કારણે, માર્ચ 2025માં ભારતની વેપાર ખાધ વધીને 21.54 બિલિયન ડોલર (રૂ. 1.84 લાખ કરોડ) થઈ ગઈ છે. આ ગયા મહિના કરતા 34% વધુ છે. ફેબ્રુઆરીમાં વેપાર ખાધ 14.05 બિલિયન ડોલર (રૂ. 1.21 લાખ કરોડ) હતી. માર્ચમાં વેપારી માલની એક્સપોર્ટ વાર્ષિક ધોરણે 0.7% વધીને 41.97 બિલિયન ડોલર (રૂ. 3.60 લાખ કરોડ) થઈ. દેશમાં ઈમ્પોર્ટમાં 11.4%નો વધારો થયો ઈમ્પોર્ટની વાત કરીએ તો, માર્ચમાં ભારતની ઈમ્પોર્ટ 63.51 બિલિયન ડોલર અથવા 5.44 લાખ કરોડ રૂપિયા રહી હતી. આ ફેબ્રુઆરી કરતાં રૂ. 1.02 લાખ કરોડ વધુ છે. ગયા મહિને ભારતમાં 4.42 લાખ કરોડ રૂપિયાની ઈમ્પોર્ટ થઈ હતી. ફેબ્રુઆરીમાં વેપાર ખાધ 3 વર્ષમાં સૌથી ઓછી રહી હતી ફેબ્રુઆરી 2025માં વેપાર ખાધ ઘટીને 14.05 બિલિયન ડોલર (રૂ. 1.21 લાખ કરોડ) થઈ ગઈ. આ ખાધ ઓગસ્ટ 2021 પછી સૌથી ઓછી હતી. ફેબ્રુઆરીમાં વેપારી માલની એક્સપોર્ટ રૂ. 3.20 લાખ કરોડ હતી. જાન્યુઆરીમાં તે 3.16 લાખ કરોડ રૂપિયા હતી. આમાં 1.25% નો વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં ઈમ્પોર્ટની વાત કરીએ તો, તે જાન્યુઆરી કરતાં 13.59% ઓછી રહી હતી. ફેબ્રુઆરીમાં ભારતની ઈમ્પોર્ટ રૂ. 4.42 લાખ કરોડની રહી હતી. આ જાન્યુઆરી કરતાં રૂ. 73,000 કરોડ ઓછું છે. ગયા મહિને ભારતમાં 5.15 લાખ કરોડ રૂપિયાની ઈમ્પોર્ટ થઈ હતી. વેપાર ખાધ શું છે? જ્યારે ચોક્કસ સમયગાળા દરમિયાન દેશની આયાતનું મૂલ્ય, એટલે કે વિદેશથી આયાત કરાયેલા માલનું મૂલ્ય, દેશની એક્સપોર્ટ એટલે કે દેશની બહાર મોકલવામાં આવેલા માલના મૂલ્ય કરતાં વધી જાય છે. આવી સ્થિતિમાં, ભારતનો વધુ નાણા વિદેશમાં જાય છે, આ પરિસ્થિતિને વેપાર ખાધ કહેવામાં આવે છે. આને નેગેટિવ બેલેન્સ ઓફ ટ્રેડ પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ દેશ વેચાણ કરતાં વધુ ખરીદે છે, ત્યારે તેને વેપાર ખાધ હોવાનું કહેવાય છે.