back to top
Homeગુજરાતસલમાન ખાનને ધમકી આપનારના ઘરે પહોંચ્યું દિવ્ય ભાસ્કર:મયંકે પ્રસિદ્ધી મેળવવા જાનથી મારી...

સલમાન ખાનને ધમકી આપનારના ઘરે પહોંચ્યું દિવ્ય ભાસ્કર:મયંકે પ્રસિદ્ધી મેળવવા જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ કર્યો, પરિવારે કહ્યું- રમત રમતમાં આવો મેસેજ કર્યો હશે

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી મામલે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં રહેતા મયંક પંડ્યાનું નામ ખુલ્યુ છે. જેમાં મયંક પંડ્યાએ પોતાના મોબાઇલથી મુંબઇ ટ્રાફિક પોલીસના ગ્રુપમાં સલામાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મુંબઇ પોલીસે રવાલ ગામમાં આવીને મયંક પંડ્યા અને તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરની ટીમ મયંક પંડ્યાના ઘરે પહોંચી હતી. જ્યાં મયંક ઘરે હાજર નહોતો. જોકે, મયંકના પિતા વિજયભાઇ અને તેના દાદી ઘરે મળી આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, મયંક નિર્દોષ છે, એને રમત રમતમાં આવો મેસેજ કરી દીધો હશે. એને આવી કંઇ સમજણ પડતી નથી. મયંકના પિતા જ્યુસ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે
વડોદરાથી આજવા ડેમ તરફ જતા રવાલ ગામ આવેલું છે. મયંકે ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. ધો. 10માં નાપાસ થતા તેણે અભ્યાસ છોડી દીધો હતો અને તેના પિતાના જ્યુસ વેચવાના કામમાં તેમને મદદ કરવા લાગ્યો હતો. મયંકના પિતા વિજયભાઇ આજવા ખાતે જ્યુશ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મયંક સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તે પોતાની પ્રસિદ્ધી માટે વિવિધ ગ્રુપોમાં જોડાઇ જાય છે અને સતત મેસેજ કર્યા કરતો હોય છે. સલામાન ખાનને ધમકી ભર્યો મેસેજ પણ તેણે પ્રસિદ્ધી મેળવવા માટે જ કહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મયંકે રમત રમતમાં આવો મેસેજ કરી દીધો હશે: પરિવાર
દિવ્ય ભાસ્કરની ટીમ વડોદરા નજીક આવેલા રવાલ ગામમાં પહોંચી હતી, જ્યાં ઘરે જઇને તપાસ કરતા મયંક મળ્યો નહોતો. જોકે, તેના પિતા વિજયભાઇ અને તેના દાદી મળ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે, મયંકની સારવાર વડોદરામાં ચાલે છે. તેને આવી કોઇ સમજણ પડતી નથી. તે નિર્દોષ છે. એને રમત રમતમાં આવો મેસેજ કરી દીધો હશે. પરંતુ એકવાર મેસેજ થઇ ગયા પછી કોઇ કંઇ કરી શકતું નથી. આ ઉપરાંત આસપાસના લોકોએ પણ આ મામલે ચુપકિદી સેવી હતી અને આ મામલે કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. મુંબઇ પોલીસના એક ગ્રુપમાં સલમાનને ઉડાવી દેવાનો મેસેજ કર્યો હતો
વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મુંબઇ પોલીસે અમારો સંપર્ક કર્યો હતો, એ લોકોનું કહેવું હતું કે, મુંબઇ પોલીસના ટ્રાફિક અવરનેશ ગ્રુપમાં એક વ્યક્તિએ એવો મેસેજ કર્યો હતો કે, સલમાન ખાનને ઉડાવી દેવાનો છે. જેથી મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને આ બાબતે વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મુંબઇ પોલીસે મેસેજ કરનાર વ્યક્તિના મોબાઇલ નંબરનું વેરીફિકેશન કર્યું હતું. જેમાં ધ્યાને આવ્યું હતું કે, આ મોબાઇલ નંબર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામના મયંક વિજયભાઇ પંડ્યાનો છે. જેથી મુંબઇ પોલીસે અમારો સંપર્ક કર્યો હતો. મયંક પંડ્યાને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરાઈ હતી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મયંક પંડ્યાને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં ધ્યાને આવ્યું હતું કે, 26 વર્ષીય મયંક પંડ્યાની માનસિક સ્થિતિ સારી નથી અને તેની સારવાર પણ ચાલી રહી છે. વધુ તપાસ કરતા એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને તેને વોટ્સએપના ગ્રુપમાં જોડાઇ જતો હોય છે અને તેને સોશિયલ મીડિયામાં પર પ્રસિદ્ધિ મળે તેવી ચાહના તે રાખે છે. મુંબઇ પોલીસે મેડિકલ ડોક્યુમેન્ટ સાથે હાજર થવા નોટિસ આપી
તેઓએ ઉમેર્યુ હતું કે, ગઇકાલે મુંબઇ પોલીસની ટીમ રવાલ ગામમાં આવી હતી અને મયંક પંડ્યાની પૂછપરછ કરી હતી અને તેનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો અને મયંક પંડ્યાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાની નોટિસ આપીને મુંબઇ પોલીસ નિકળી ગઇ હતી. મયંક પંડ્યાની પ્રાથમિક પૂછપરછમાં અમને ટેરર એંગલ, કાવતરૂં કે ગુનાઇત પ્રવૃતિ અંગેની કોઇ માહિતી બહાર આવી નથી અને તેને પોતાની પ્રસિદ્ધી માટે અને લોકો એને જાણે એના માટે પોસ્ટ કરી હતી અને તે વિવિધ ગ્રુપમાં પ્રસિદ્ધી માટે મેસેજ પણ કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments