back to top
Homeગુજરાત‘હું મેટોડા પોલીસના ત્રાસથી દવા પીવું છું’:જુગારીઓને લઈ જવા પોલીસ પૌઢની રિક્ષા...

‘હું મેટોડા પોલીસના ત્રાસથી દવા પીવું છું’:જુગારીઓને લઈ જવા પોલીસ પૌઢની રિક્ષા લઈ ગઈ, પરત લેવા જતાં જાતિ વિષયક શબ્દો કહ્યા; વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા GIDCમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય પ્રૌઢે ‘હું મેટોડા પોલીસના ત્રાસથી દવા પીઉ છું’ તેવો વીડિયો બનાવી ઝેર ગટગટાવી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીં તેઓએ આક્ષેપો કર્યા હતા કે, મેટોડા પોલીસ મથકના એક પોલીસકર્મીના ત્રાસથી કંટાળી તેઓ આ પગલુંભર્યું છે. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે રિક્ષા પરત આપવાની બદલે ગેરવર્તન કર્યું
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડ ખાતે અંજલિ પાર્કમાં રહેતા કાંતિભાઈ અરજણભાઈ દાફડા (ઉં.વ.54) નામના પ્રૌઢે 14 એપ્રિલને સોમવારે વહેલી સવારે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા તેઓને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દવા પીવા પાછળનું કારણ જણાવતા તેઓએ કહ્યું હતું કે, ઓગસ્ટ, 2024માં મેટોડામાં નિલકમલ પાસે જુગાર રમતા અમુક આરોપીને પોલીસે પકડાયા બાદ તેઓ અહીં પોતાની રિક્ષા લઈને નીકળતા પોલીસે આરોપીઓને બેસાડવા રિક્ષાની ચાવી માંગી હતી. જે બાદ રિક્ષા લઈ મોટોડા પોલીસ મથકે પહોંચતા પોલીસે રિક્ષા પરત આપવાને બદલે ગેરવર્તન કર્યું હતું. ‘SP કચેરીમાં અરજી કરતા ધમકીઓ મળવા લાગી’
ત્યારબાદ રિક્ષા છોડાવા જતા સમયે જોયું તો રિક્ષામાં ખૂબ નુકશાન થયું હતું, જે અંગે પોલીસને જાણ કરી પણ કોઈએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આ ઘટના અંગે એસપી કચેરીમાં અરજી કરી હતી અને RTI મારફત પણ માહિતી માગી હતી. અરજી કર્યા પછીથી પોલીસકર્મીઓ તરફથી ધમકીઓ મળવા લાગી હતી. અવારનવાર ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળી મેં આ પગલું ભર્યું છે. ‘બે નંબરના ધંધા માટે સીસીટીવી હટાવી દેવાઈ છે’
સરકારને વિનંતી છે કે, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે. તો પોલીસ સ્ટેશનમાં કોઈ વાહન લાવવામાં આવે તો તેના ઉપર નજર રાખવા માટે કેમ સીસીટીવી કેમેરા રાખવામાં આવતા નથી? વાહનો ઉપર પણ નજર રાખી શકાય તે માટે સીસીટીવી કેમેરા રાખવા જ જોઈએ. હાલમાં તો પોલીસ સ્ટેશનની અંદર જંગલ જેવી સ્થિતિ છે. બે નંબરના ધંધા કરવા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી હટાવી દેવામાં આવે છે. મને જ્ઞાતિ પ્રત્યે અપમાન કરવામાં આવે છે અને મને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે, માટે મેં આ પગલું ભર્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે નિવેદન નોંધવા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments