કોંગ્રેસે પેસા એક્ટ લાગુ કરવાનો વચન આપ્યું, પણ આ કાયદો છે શું અને કેમ ન થઈ શક્યો સંપૂર્ણ અમલ? જાણીએ ભાસ્કર એક્સપ્લેનરમાં… ગુજરાતમાં થયેલા કોંગ્રેસના અધિવેશનમાં એક મહત્વનો મુદ્દો હતો જો અમારી સરકાર આવે તો PESA એક્ટ પૂરી રીતે લાગુ કરીશું. PESA એટલે “પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યૂઅલ એરિયા” એક્ટ. 1996માં આ કાયદો Tribal વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો જેથી ત્યાંના લોકો પોતાના જળ, જંગલ અને જમીન સંબંધિત નિર્ણયો જાતે લઈ શકે. આ કાયદો કહે છે કે tribal વિસ્તારની જમીન outsider નહીં ખરીદી શકે, જો ખરીદવી હોય તો આદિવાસી વિસ્તારની ગ્રામસભાની મંજૂરી લેવી પડે. એટલું જ નહીં, આદિવાસી લોકો બાંબુ, હર્બ્સ, મધ જેવી વન પેદાશો ઉપર પણ પોતાનો હક જતાવી શકે છે. આ એક્ટના અમલનો હેતુ હતો કે Tribal લોકોની સંસ્કૃતિ બચી રહે અને વિકાસના નામે થતા નુકસાન અટકાવી શકાય. PESA એક્ટ આજના દિવસે 10 રાજ્યોમાં લાગુ છે – આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન વગેરે. પણ બહુ મોટા પાયે આ કાયદો હજુ પણ જમીન પર અમલમાં નથી. કારણ શું છે? Forest Rights Act (FRA) અને Wild Life Protection Act (WLA) સાથે overlap થાય છે. કોના અધિકાર ક્યાં છે એ સ્પષ્ટ નથી – જમીન, પેદાશ, અને પાણીને લઈને સ્પષ્ટતા નથી. કોંગ્રેસે આ મુદ્દો શા માટે ઉઠાવ્યો હશે? UPSC જેવી જાહેર સેવાની પરીક્ષામાં આ કાયદા વિશે પ્રશ્ન પૂછાય છે પણ જેને અમલમાં મૂકવાનો જવાબદારો કલેક્ટર હોય છે એ પણ confused રહે છે. હવે જોવું એ છે કે PESA કાયદો માત્ર વચન રહેશે કે વાસ્તવમાં Tribal વિસ્તાર માટે ગેમ ચેન્જર સાબિત થશે. ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ