રાજ્યમાં હવામાન વિભાગે 15થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરી છે, ત્યારે આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ મહત્તમ તપામાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. તાપમાનમાં ઘટાડો થવાનું કારણ ઉત્તર ભારતમાં સર્જાયેલા ડિસ્ટર્બન્સને લીધે છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી રહેવાની સંભાવના છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં આકરી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. છેલ્લા 15 દિવસ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાપમાનનો કેવો ઉતારચઢાવ રહ્યો એ પણ આગળ જાણીશું. ગુજરાતમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે ચોમાસાને લઈ રાહતનો સમાચાર આવ્યા છે. આગામી ચોમાસું રાજ્યમાં સામાન્ય કરતા સારું રહેવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન આપ્યું છે. આજે બે જિલ્લામાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં હીટવેવને પગલે ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે અને આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. અમદાવાદ અને તેના આસપાસના ક્ષેત્રમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમની રહશે. રાજ્યમાં આ વર્ષે વરસાદ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્યમાં વરસાદ સામાન્ય કરતા 48 ટકા વધુ હતો, ત્યારે આ વર્ષે પણ વરસાદ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. લા નીનોની કન્ડીશન નોર્મલ છે, જેથી વરસાદ પણ નોર્મલ રહેશે. વધેર ફોરકાસ્ટના જુદા જુદા મોડલમાં જુદા જુદા પેરામીટર્સ હોય છે. સામાન્ય રીતે ઉત્તરીય ધ્રુવમાં બરફ વધુ હોય તો ભારતમાં વરસાદ ઓછો થાય છે. જ્યારે ઉત્તરીય ધ્રુવમાં બરફ ઓછો હોય તો વરસાદ વધુ થયા છે. કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે 44.6 ડિગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ સુરેન્દ્રનગર અને રાજકોટ ખાતે મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. આજે વિવિધ શહેરોમાં તાપમાનની આગાહી 15 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ આકરી ગરમી અને હીટવેવની અસર શરૂ થઈ ગઈ હતી. એપ્રિલ મહિનાના 15 દિવસ વીતી ચૂક્યા છે. રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં આ 15 દિવસ દરમિયાન તાપમાનમાં કેવો ઉતારચઢાવ રહ્યો એ સમજીએ. રાજકોટમાં છેલ્લા 15માંથી 14 દિવસ 42 ડિગ્રીથી વધુ ગરમી રહી
રાજકોટ શહેરની વાત કરીએ તો 1 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન 14 દિવસ 42 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે. 9 એપ્રિલે સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15 દિવસમાં 13 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન
અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં 15 દિવસમાંથી 13 દિવસ 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું. 11 અને 12 એપ્રિલે તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે ગયો હતો, જ્યારે 10 એપ્રિલે 43.3 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં 15 દિવસમાં 8 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન
વડોદરામાં છેલ્લા 15 દિવસ દરમિયાન 8 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 9 એપ્રિલે અહીં સૌથી વધુ 43 ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં 15માંથી 5 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
રાજ્યનાં અન્ય મહાનગરોની સરખામણીએ સુરતમાં ઓછી ગરમી નોંધાઈ હતી. સુરતમાં પાંચ દિવસ જ ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો હતો. 9 એપ્રિલે અહીં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો એને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?
આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન, એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?
હીટ સ્ટ્રોકના કિસ્સામાં સૌપ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે, જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી, આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ, કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?
નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં કંઈક ખાવું. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, એની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણવાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને એને શરીર પર લગાવો, એનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.