ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 32મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાંથી 4માં જીત નોંધાવી છે અને ટીમ 8 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાંથી 2 મેચ જીતી છે અને તેઓ પોઇન્ટ્સ ટેબલમાં 4 પોઇન્ટ્સ સાથે આઠમા નંબરે છે. મેચ ડિટેઇલ્સ, 32મી મેચ
DC Vs RR
તારીખ: 15 એપ્રિલ
સ્ટેડિયમ: અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
સમય: ટૉસ- સાંજે 7:00, મેચ શરૂઆત- સાંજે 7:30 હેડ ટુ હેડમાં એક મેચનો તફાવત રાજસ્થાન અને દિલ્હી વચ્ચે IPLમાં અત્યાર સુધી 29 મુકાબલા રમાયા છે. દિલ્હીએ 14 અને રાજસ્થાને 15 જીત્યા છે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ છે. DCને 6 અને RRને 3માં જીત મળી છે. બંને ટીમો અહીં છેલ્લી વાર ગયા સીઝનમાં સામસામે આવી હતી. ત્યારે દિલ્હીને જીત મળી હતી. રાજસ્થાને અહીં છેલ્લી મેચ 2015માં જીતી હતી. ત્યાર બાદ ત્રણ મેચ રમાઈ અને ત્રણેય દિલ્હીએ જીતી. રાહુલે DC માટે સૌથી વધુ રન બનાવ્યા દિલ્હી કેપિટલ્સ માટે કેએલ રાહુલે સૌથી વધુ 200 રન બનાવ્યા છે. જ્યારે દિલ્હીના બોલર કુલદીપ યાદવ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 5 મેચમાં 10 વિકેટ લીધી છે. તેના પછી મિચેલ સ્ટાર્કે 5 મેચમાં 9 વિકેટ લીધી છે. સેમસન રાજસ્થાનનો ટૉપ સ્કોરર રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 6 મેચમાં 193 રન બનાવ્યા છે, જેમાં એક ફિફ્ટી સામેલ છે. બોલર વનિંદુ હસરંગા ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તેણે પોતાની 4 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 35 રન આપીને 4 વિકેટ મેળવી હતી. પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે શ્રેષ્ઠ રહેશે. અહીં IPLમાં અત્યાર સુધી કુલ 90 મુકાબલા રમાયા છે. આમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 43 મેચ તો ચેઝ કરનાર ટીમે 46 મુકાબલા જીત્યા છે. એક મુકાબલો અનિર્ણીત રહ્યો હતો. વેધર અપડેટ
મેચના દિવસે દિલ્હીમાં ખૂબ ગરમી રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. 16 એપ્રિલે અહીંનું તાપમાન 27થી 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પવનની ગતિ 7 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), અભિષેક પોરેલ, જેક ફ્રેઝર મેગર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર, કરુણ નાયર. રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસવાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, કુમાર કાર્તિકેય.