back to top
Homeગુજરાતરાહુલ ગાંધી આજે મોડાસામાં:10 હજારના પગારદારને ITની 115 કરોડની નોટિસ, અકસ્માત પછી...

રાહુલ ગાંધી આજે મોડાસામાં:10 હજારના પગારદારને ITની 115 કરોડની નોટિસ, અકસ્માત પછી ટોળાએ કારચાલકને મારી નાખ્યો, ભૂઈમાના ધતિંગનો પર્દાફાશ

આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે અમદાવાદમાં બેઠક કર્યા બાદ રાહુલ ગાંધી આજે સવારે મોડાસા જવા નીકળશે. જ્યાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. આજે 4 જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન વિભાગે આજે 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે. તો અમદાવાદ-રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. 10 હજારના પગારદારને ITની 115 કરોડની નોટિસ કોડીનારના 10 હજારના પગારદાર આ યુવકને આવકવેરા વિભાગે 1 અબજ 15 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારી. રેસ્ટોરન્ટમાં કામ કરીને મહિને રૂ.10,000નો પગાર મેળવતા શેખ આસિફભાઈને આવકવેરા વિભાગે 3 નોટિસ ફટકારીને તેના નામે થયેલા 1 અબજ 15 કરોડ 92 લાખ 09 હજાર 921રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે. હાલ આ મામલે યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દુઃખ-દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઈ મા ઝડપાઈ રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કરવામા આવ્યો છે. જેમાં જેતપુરના જેપુર ગામે છેલ્લા 20 વર્ષથી ભૂઇ મા તરીકે કામ કરતા અને દશામાનો મઢ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પૂનમ ભરવા માટેનું કહેતા હતા અને ભભૂતિ આપતા હતા. જે માટે રૂ. 5,000થી રૂ. 20,000 લેતાં હતા. દર મહિને 1,000 જેટલા લોકો દાણા જોવડાવવા આવતા હોવાની કબૂલાત ભૂઇ માએ પોલિસ સમક્ષ આપી છે. જ્યારે એક પીડિતાના ઘરે ઘરકંકાસ દૂર કરાવવા માટે સાસરિયા દ્વારા ભૂઈ માને ઘરે બોલાવવામાં આવી અને આ ભુઇ મા સવારથી પરિણીતા પર વિધિ કરતા હતા. જેનાથી કંટાળીને પરિણીતાએ જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને ભુઇ માનો પર્દાફાશ થયો. પીડિતાએ રડતા રડતા કહ્યું કે, અત્યાર સુધીમાં મારા પતિ સહિતનાં સાસરિયાં દ્વારા 3 ભુવાને બોલાવવામાં આવેલા છે અને આ ચોથા ભૂઇ મા છે. એક ભુવા સાથે તો મને સ્નાન પણ કરાવડાવ્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અકસ્માત કરનારા કારચાલકને માર મારતા મોત અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનારા એક કારચાલકને આંતરીને ટોળાએ ઢોર મારમારતા કૌશિક ચૌહાણ નામના ટેક્સીચાલકનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું હતું. કારચાલકે વાસણાથી જુહાપુરા રોડ પર કેટલાક વાહનોને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ટોળાએ તેને જુહાપુરા પાસે આંતરીને માર મારતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હોટલમાં સોફ્ટવેર એન્જિનિયરનું રહસ્યમય મોત સુરતમાં એક સોફ્ટવેર એન્જિનિયરનું રહસ્યમય મોત નિપજ્યું. હોટલના ચોથા માળેથી નીચે પટકાયા બાદ મોત થયું. જો કે, યુવકનાં ગળા, હાથ અને બંને સાથળે ચપ્પુના ઘા મળી આવતા આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય ઘેરાયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વેપારીએ ટ્રામાડોલની ગોળી અને ફિનાઈલ ગટગટાવ્યું સુરતમાં દેવામાં સપડાયેલાં વેપારીએ સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો. ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવ્યું. સુસાઈડ નોટમાં શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના 2 ભાઈ ઉપર ધમકીનો આક્ષેપ કરાયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments