‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ પછીથી યૂટ્યુબર અપૂર્વા માખીજા હેડલાઇન્સમાં છે. તાજેતરમાં અપૂર્વાએ એક વ્લોગ શેર કર્યો અને સમય રૈનાના શોની આખી સ્ટોરી કહી. હવે અપૂર્વાએ તેનું મુંબઈનું ઘર છોડી દીધું છે. અપૂર્વા માખીજાએ ઇન્સ્ટાગ્રામ પરથી પાછલી બધી પોસ્ટ હટાવી દીધી છે. હવે, તેણે એક તસવીર શેર કરી છે જેમાં તે તેના મુંબઈના એપાર્ટમેન્ટને છોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેણે ઘરનો ફોટો શેર કર્યો જેમાં બ્લર પ્રકાશ, કાર્ડ બોર્ડ બોક્સ અને વધારાની વસ્તુઓની આડીઅવળી પડી છે. તેણે ફોટોને કેપ્શન આપ્યું, ‘એક યુગનો અંત.’ અગાઉ અપૂર્વા માખીજાએ 9 એપ્રિલે વિવાદ પછી પોતાનો પહેલો વ્લોગ શેર કર્યો હતો. આ વ્લોગ દ્વારા તેણે જણાવ્યું હતું કે- સમય રૈનાના શોમાં જે કંઈ બન્યું તે પછી તેના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા. ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદની સંપૂર્ણ સ્ટોરી
અપૂર્વા માખીજા સોશિયલ મીડિયા પર ‘ધ રેબેલ કિડ’ના નામથી ફેમસ છે. અપૂર્વાએ તેના વ્લોગમાં જણાવ્યું હતું કે- તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધાને કારણે, તેણે પોતાનું સોશિયલ મીડિયા પણ બંધ કરવું પડ્યું. અપૂર્વા માખીજા સમય રૈનાને મળવા અને શોમાં જોડાવા વિશે વાત કરતાં પોતાના યૂટ્યુબ વીડિયો શરૂ કરે છે. અપૂર્વાએ કહ્યું કે- ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો’માં જવાનું તેનું સ્વપ્ન હતું. પરંતુ લાંબા સમય સુધી સમય રૈનાનો ફોન ન આવ્યો. પછી અપૂર્વાએ વિચાર્યું કે, તે જે કરવા માંગતી હતી, તે કરી શકશે નહીં. માતાપિતા વિશે વાત કરતી વખતે રડવા લાગે છે
આ વીડિયોમાં અપૂર્વાએ તેના માતા-પિતાનો પણ ઉલ્લેખ કર્યો અને રડતાં-રડતાં કહ્યું- જ્યારે મારા માતા-પિતા વિશે ખરાબ બોલવામાં આવતું હતું ત્યારે મને સૌથી વધુ દુઃખ થતું હતું. શોમાં માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો
સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર વિવાદ થયો હતો. સમયે 8 ફેબ્રુઆરીના રોજ તેની યુટ્યુબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો. આ એપિસોડમાં અપૂર્વાએ જજ તરીકે ભાગ લીધો હતો. જેમાં યુટ્યુબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા વિશે અભદ્ર વાતો કહી હતી અને અપૂર્વાએ સ્ત્રીઓ વિશે અભદ્ર વાતો કહી હતી. શોમાં એટલી અભદ્ર વાતો કરવામાં આવી હતી કે, જેના વિશે અમે અહિંયા લખી પણ નથી શકતા.