ગુરુગ્રામ જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ત્રીજા દિવસે પણ પૂછપરછ ચાલુ રાખશે. EDએ અત્યાર સુધીમાં 2 દિવસમાં 8 કલાક વાડ્રાની પૂછપરછ કરી છે. આ અંગે વાડ્રાએ ગુરુવારે કહ્યું – આ રાજકીય બદલો છે. એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ ખોટું છે. એજન્સીઓ દેશમાં મુખ્યમંત્રી પદના કોઈપણ ઉમેદવારની પાછળ પડી જાય છે અથવા જ્યારે કોઈ પક્ષ સારું કામ કરી રહ્યો હોય છે, ત્યારે તેઓ તેને પકડી લે છે. આપણે એજન્સીઓ પર કેવી રીતે વિશ્વાસ કરીશું? ED એ ભાજપના કયા મંત્રી કે સભ્યને સમન્સ મોકલ્યું છે? શું ભાજપમાં બધા સારા છે? શું તેમની સામે કોઈ આરોપ નથી? વાડ્રાએ કહ્યું કે ભાજપના નેતાઓ સામે પણ ઘણા આરોપો છે. તેમણે કહ્યું- હું એવો વ્યક્તિ છું કે જો કોઈ મારા પર દબાણ લાવશે કે મને તકલીફ આપશે, તો હું વધુ મજબૂત બનીશ. મારી સાથે લોકોની તાકાત છે, લોકો મારી સાથે જોડાયેલા છે. જ્યારે આ પક્ષ લોકો સાથે અન્યાય કરે છે, ત્યારે હું તેમના વતી બોલું છું. હું અન્યાયનો વિરોધ કરું છું. હું લડતો રહીશ, મને કોઈ રોકી શકશે નહીં. અગાઉની તપાસ કરતાં અલગ મુદ્દાઓ પર પૂછપરછ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પૂછપરછ 2019માં લેવામાં આવેલા પગલાંના મુદ્દાઓથી અલગ છે. આ વખતે તેમને સ્કાયલાઇટ હોસ્પિટાલિટી દ્વારા DLFને જમીનના વેચાણ અને સોદાથી થયેલા નાણાકીય લાભ સંબંધિત સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ED સ્કાયલાઇટ હોસ્પિટાલિટીના બેંક ખાતાઓ, ટ્રાન્જેક્શન પેટર્ન અને જમીનના ઉપયોગના ફેરફાર સંબંધિત દસ્તાવેજોનું ફોરેન્સિક વિશ્લેષણ કરી શકે છે. આ કંપની વાડ્રા સાથે જોડાયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછનો હેતુ એ જાણવાનો છે કે શું આ ડીલ દ્વારા કાળા નાણાંને કથિત રીતે વાઈટ કરવામાં આવ્યા હતા? અને શું સરકારી તંત્રનો દુરુપયોગ થયો હતો? વાડ્રાએ બીજા દિવસે પૂછપરછ પછી કહ્યું- “તેઓ મને ખૂબ પ્રેમ કરે છે”. બુધવારે, વાડ્રા સવારે 11 વાગ્યા પછી ED ઓફિસ પહોંચ્યા. પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા. પૂછપરછ થાય ત્યાં સુધી તેઓ વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા હતા. વાડ્રાએ કહ્યું- અમે લોકો માટે બોલીએ છીએ, તેથી જ અમે નિશાન પર છીએ આ પહેલા મંગળવારે પણ EDએ વાડ્રાની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. વાડ્રા પૂછપરછ માટે ચાલતા ઓફિસ પહોંચ્યા હતા. હાજર થતાં પહેલાં, વાડ્રાએ કહ્યું, “હું ક્યારેય મારી જાતને સોફ્ટ ટાર્ગેટ નહીં કહું. જો તમે (કેન્દ્ર સરકાર) મને હેરાન કરશો અથવા મારા પર કોઈ દબાણ લાવશો, તો હું વધુ મજબૂત બનીશ.. અમે લોકોના મુદ્દાઓને રજુ કરીએ છીએ અને તેથી અમે નિશાન પર છીએ. અમે કોઈથી ડરતા નથી.” અમે હંમેશા લોકો માટે લડીશું. રાહુલ ગાંધીને સંસદમાં રોકવામાં આવે કે મને બહાર રોકવામાં આવે, અમે સત્ય અને લોકો માટે લડતા રહીશું. આપણે ચોક્કસ ટોરગેટ છીએ, પણ અ સોફ્ટ ટાર્ગેટ નથી. આ કેસમાં, EDએ 8 એપ્રિલે વાડ્રાને સમન્સ પણ મોકલ્યું હતું, જોકે તે સમયે તેઓ હાજર થયા ન હતા. મંગળવારે ED ઓફિસમાં જતી વખતે વાડ્રાએ કહ્યું હતું કે આ કાર્યવાહી રાજકીય હેતુઓ માટે કરવામાં આવી રહી છે. વાડ્રાની સાથે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે વાડ્રાની કંપનીને નફો કરાવ્યો હતો.