back to top
Homeદુનિયાટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં:21 વર્ષમાં પહેલીવાર આવું બન્યું; બાંગ્લાદેશના સલાહકાર યુનુસ,...

ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં:21 વર્ષમાં પહેલીવાર આવું બન્યું; બાંગ્લાદેશના સલાહકાર યુનુસ, મસ્ક-ટ્રમ્પનાં નામ

ટાઈમ મેગેઝિને બુધવારે વર્ષ 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી. બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને એમાં સ્થાન મળ્યું છે, જોકે આ વખતે યાદીમાં કોઈ ભારતીયનો સમાવેશ કરાયો નથી. છેલ્લાં 21 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને ટાઇમ મેગેઝિનમાં મુહમ્મદ યુનુસ વિશે લખ્યું હતું કે તેઓ બાંગ્લાદેશને તેની મુશ્કેલીઓમાંથી બહાર કાઢી રહ્યા હતા અને માનવ અધિકારો પુનઃસ્થાપિત કરી રહ્યા હતા. યુનુસ જવાબદારીની માગ કરી રહ્યા છે અને એ જ સમયે એક મુક્ત સમાજનો પાયો પણ નાખી રહ્યા છે. પ્રભાવશાળી નેતાઓમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કને પણ સ્થાન મળ્યું છે. આ વખતે ટ્રમ્પ વહીવટીતંત્રના છ સભ્યનો યાદીમાં સમાવેશ થાય છે. ટ્રમ્પને અગાઉ 2016 અને 2024 માટે ટાઇમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું હતું. પ્રખ્યાત ગાયક એડ શીરન, અમેરિકન અભિનેતા અને ગાયિકા સ્કારલેટ જોહાનસન, મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગનો પણ 2025ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુહમ્મદ યુનુસ યાદીમાં સૌથી વૃદ્ધ છે, જ્યારે 22 વર્ષીય ફ્રેન્ચ તરવૈયા સૌથી નાના આ વર્ષે મેગેઝિનમાં કુલ 6 શ્રેણીમાં 32 દેશના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. 22 વર્ષીય ફ્રેન્ચ તરવૈયા લિયોન માર્ચન્ડ આ યાદીમાં સૌથી યુવા પ્રભાવશાળી છે, જ્યારે 84 વર્ષીય મુહમ્મદ યુનુસ સૌથી વૃદ્ધ છે. TIME 100ની યાદી 2004થી નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવે છે. આ યાદીને અનેક શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે, જેમ કે નેતાઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દિગ્ગજો, નવીનતાઓ અને કલાકારો. દર વર્ષે ટાઇમના સંપાદકો અને નિષ્ણાતો નામો પસંદ કરે છે. છેલ્લાં 21 વર્ષમાં આ પહેલીવાર છે, જ્યારે કોઈ ભારતીયને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. આ પહેલાં 2024માં ભારતના 8 લોકોને ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં આલિયા ભટ્ટ, સાક્ષી મલિક, સત્ય નડેલા, અજય બંગા, દેવ પટેલ, જિગર શાહ, આસ્મા ખાન અને પ્રિયમવદા નટરાજનનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતીય મૂળની રેશમાનો સમાવેશ
આ વર્ષે ભારતીય મૂળની રેશમા કેવલરામાણીને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ફાર્માસ્યુટિકલ કંપની વર્ટેક્સનાં સીઈઓ છે. કેવલરામણીનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેઓ 1988માં અમેરિકા ગયાં હતાં. તેઓ 2017માં અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક, વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સમાં જોડાયાં અને એક વર્ષની અંદર તેમને કંપનીનાં ચીફ મેડિકલ ઓફિસર બનાવાયાં. તેઓ 2020માં કંપનીનાં CEO બન્યાં અને કોઈ મોટી યુએસ પબ્લિક બાયોટેક કંપનીનું નેતૃત્વ કરનારાં પ્રથમ મહિલા બન્યાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments