back to top
Homeગુજરાતશું સોનાનો ભાવ ₹55,000 થઈ જશે?:ભાવ ઘટવાની વાતો વચ્ચે જ્વેલરી વેચવા ઈન્કવાયરી,...

શું સોનાનો ભાવ ₹55,000 થઈ જશે?:ભાવ ઘટવાની વાતો વચ્ચે જ્વેલરી વેચવા ઈન્કવાયરી, જાણો ભાવના ઉતાર-ચઢાવનું કારણ

દેશમાં હાલ સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. 2025ના વર્ષમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને હાલના દિવસોમાં ભાવે સર્વોચ્ચ સપાટી સ્પર્શી છે. પરંતુ હવે બજારમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. આવા અહેવાલોના પગલે સુરતમાં કેટલાક લોકોએ પોતાનું સોનું વેચવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને જ્વેલર્સ સાથે ઇન્કવાયરી પણ કરી છે. કેટલાક લોકોનું માનવું છે કે સોનું હવે પ્રતિ 10 ગ્રામ 55 હજારથી 60 હજાર રૂપિયા સુધી નીચે આવી શકે છે. 50% સુધી ભાવ ઘટી જશે એવી વાતોનો કોઈ આધાર નથી
બજારમાં ચાલતી અફવાઓ વચ્ચે જ્વેલર્સનું કહેવું છે કે આવી વાતો માત્ર અફવા છે. તેઓ ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે ભાવમાં ઘટાડો થઈ શકે છે પણ એ ઘટાડો ટૂંકાગાળાનું ‘કરેક્શન’ હોઈ શકે છે. લાંબા ગાળે સોનાનું મૂલ્ય ફરી વધી શકે છે. જ્વેલર્સના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજાર, વૈશ્વિક રાજકીય સ્થિતિ અને માંગ-પુરવઠા પર આધાર રાખી ભાવ ઉપર-નીચે થતા હોય છે. પણ 50% સુધી ભાવ ઘટી જશે એવી વાતોને કોઈ આધાર નથી.તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે ભવિષ્યની જરૂરિયાતો અને રોકાણના દ્રષ્ટિકોણથી સોનાની લેવડદેવડ કરે. બજારમાં ફરતી અફવાઓ પર વિશેષ વિશ્વાસ ન રાખવો. સોનાનો ભાવ ઘટશે: જ્વેલર્સ
સુરતના જ્વેલર્સ દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, સોનાના ભાવ સતત વધી રહ્યા છે. અત્યારે જે ભાવમાં ઘટાડો થયો છે, તેને હું ‘કરેક્શન’ કહીશ. સોનાના ભાવમાં ‘કરેક્શન’ આવવું જરૂરી હતું. છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં ‘કરેક્શન’ આવતું હોય છે, અન્ય બજારમાં ‘કરેક્શન’ આવતું હોય છે. જે સ્કેલને ફોલો કરવાનું હોય છે. સોનાના ભાવમાં ‘કરેક્શન’ આવ્યું છે, હજી પણ ‘કરેક્શન’ આવશે. સોનાનો ભાવ ઘટી શકે એવું લાગી રહ્યું છે. ‘સોનાનો ભાવ ₹55,000 થઈ જશે તે અફવા’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે વાત ચાલી રહી છે કે સોનાનો ભાવ ₹55,000, ₹60,000 કે ₹70,000 સુધી જશે, તો આવી વાતોને ગ્રાહકોએ અફવા તરીકે ગણવી જોઈએ. સોનાના ભાવમાં માઈનિંગ કાસ્ટિંગ હોય છે. સોનું જ્યારે માઈનમાંથી નીકળે ત્યારે એક કોસ્ટ લાગતી હોય છે. એક ચોક્કસ કોસ્ટની નીચે સોનું ક્યારેય બની શકે નહીં. અત્યારે સોનું $1800 પરથી સીધું $3200 સુધી પહોંચ્યું છે. સોનાના ભાવમાં ડાઉન આવશે, પરંતુ એકદમથી નીચે નહીં આવે
સોનાના ભાવમાં થોડું ડાઉન આવી શકે છે, પરંતુ એકદમથી નીચે નહીં આવે. સોનું દર વર્ષે આશરે 12% રીટર્ન આપતું હોય છે. ક્યારે પણ મંદી આવી જશે અને સોનાનો ભાવ તૂટી જશે. આ પ્રકારના વિચારો પર ધ્યાન આપવું જોઈએ નહીં. ભાવ વધવાના માહોલ વચ્ચે લોકો પોતાનું સોનું વેચવા માટે અને ઇન્કવાયરી માટે આવે છે, જેથી અમે તેમને સમજાવીએ છીએ. સોનામાં વધારા માટે 3 કારણ આ વર્ષે અત્યારસુધીમાં સોનું 18,327 રૂપિયા મોંઘું થયું છે આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 18,327 રૂપિયા વધીને 94,489 રૂપિયા થયો છે તેમજ ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 9,386 રૂપિયા વધીને 95,403 રૂપિયા થયો છે તેમજ, ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘું થયું હતું. સોનું ખરીદતી વખતે આ 3 બાબતનું ધ્યાન રાખો 1. ફક્ત પ્રમાણિત સોનું ખરીદો હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હોલમાર્ક થયેલું પ્રમાણિત સોનું ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે. આને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ સંખ્યા આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવી – AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે કોઈ ચોક્કસ સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન વેબસાઇટ) પરથી સોનાનું સાચું વજન અને એની કિંમત ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. 3. રોકડ ચુકવણી ન કરો, બિલ લો સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments