back to top
Homeમનોરંજનસની દેઓલે 'જાટ-2'ની જાહેરાત કરી:ઇન્સ્ટાગ્રામ પર શેર થયો ફર્સ્ટ લુક, ચાહકોએ કહ્યું...

સની દેઓલે ‘જાટ-2’ની જાહેરાત કરી:ઇન્સ્ટાગ્રામ પર શેર થયો ફર્સ્ટ લુક, ચાહકોએ કહ્યું ફિલ્મમાં હરિયાણવી ગીત પણ હોવું જોઈએ

એક્ટર સની દેઓલ અને દિગ્દર્શક ગોપીચંદ માલિનીની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવશે. સનીએ સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મ ‘જાટ’ની સિક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ ગોપીચંદ માલીનેની કરશે. સનીએ ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘જાટ 2’નું પોસ્ટર શેર કર્યું. પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું, “જાટ એક નવા મિશન પર.” #જાટ 2’. પોસ્ટર દર્શાવે છે કે આ સિક્વલનું દિગ્દર્શન ‘જાટ’ના દિગ્દર્શક ગોપીચંદ માલીનેની કરશે. આ ઉપરાંત, મૈત્રી મૂવી મેકર્સ પણ ‘જાટ 2’નું નિર્માણ કરશે. સની દેઓલ સિવાય, અન્ય કોઈ કલાકારોના નામ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, ગોપીચંદ માલીનેનીએ ફિલ્મ ‘જાટ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં સની ઉપરાંત રણદીપ હુડા, વિનીત કુમાર સિંહ, પ્રશાંત બજાજ, ઝરીના વહાબ, સૈયામી ખેર અને જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 100 કરોડ રૂપિયાના બજેટવાળી આ ફિલ્મે અત્યાર સુધીમાં ફક્ત 58.62 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કર્યો છે. ફિલ્મના દૃશ્યને લઈને વિવાદ ચાલી રહ્યો છે ફિલ્મના એક દૃશ્યને લઈને પંજાબમાં વિવાદ થયો છે. ખ્રિસ્તી સમુદાયે એક્ટર રણદીપ હુડ્ડાના એક દૃશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ મામલે ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી. તેમણે એમ પણ કહ્યું કે જો એક્ટર વિરુદ્ધ FIR દાખલ કરવામાં નહીં આવે તો આખા પંજાબમાં સિનેમા હોલનો ઘેરાવ કરવામાં આવશે. આ અંગે ખ્રિસ્તી સમુદાય દ્વારા જાલંધર કમિશનરેટ પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને શક્ય તેટલી વહેલી તકે FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments