વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે આજે સપ્તાહના ચોથા અને અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરની નબળી શરૂઆત બાદ નીચા મથાળે નવી લેવાલી નોંધાતા સેન્સેક્સ અંદાજીત 1500 પોઈન્ટ ઉછળી 78500 પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર અંદાજીત 400 પોઈન્ટ ઉછાળી 23800 પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં વધુ 0.50% ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં તેજી નોંધાતા ભારતીય શેરબજાર અંદાજીત 2%ના ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ચીન તથા અમેરિકા વચ્ચે ટેરીફ યુદ્ધના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ સતત નબળો પડતા આજે રૂપિયો વધુ 10 પૈસા મજબૂત બની 85.54 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.56% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.52% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્શિયલ સર્વિસીસ, સર્વિસીસ, ટેક એનર્જી અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4106 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1522 અને વધનારની સંખ્યા 2427 રહી હતી, 157 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 4 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર 0.24% અને મારુતિ સુઝુકી 0.04% ઘટ્યા હતા, જયારે ઝોમેટો લિ. 4.37%, આઈસીઆઈસીઆઈ બેન્ક 3.68%, ભારતી એરટેલ 3.63%, સન ફાર્મા 3.50%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 3.28%, બજાજ ફિનસર્વ 3.24%, કોટક બેન્ક 3.06%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.90% અને એકસિસ બેન્ક 2.51% વધ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23851 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23676 પોઈન્ટના પ્રથમ અને 23606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23909 પોઈન્ટ થી 23979 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 54201 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 54606 પોઈન્ટ પ્રથમ અને 54676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 54088 પોઈન્ટ થી 53979 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 54676 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ એસીસી લિ. ( 2061 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2033 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2018 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2077 થી રૂ.2093 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2103 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ એસબીઆઈ લાઈફ ( 1606 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1588 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1570 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1624 થી રૂ.1630 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ ભારતી એરટેલ ( 1881 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1909 આસપાસ વેચવાલી થકી રૂ.1858 થી રૂ.1840 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1930 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ ઓરો ફાર્મા ( 1173 ) :- રૂ.1208 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1220 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1160 થી રૂ.1144 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1233 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, યુએસ 2 એપ્રિલે જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ લાદશે તો આગામી બે વર્ષમાં ભારત, ચીન અને જાપાન જેવી મુખ્ય એશિયા-પેસિફિક અર્થવ્યવસ્થાને ફટકો પડી શકે છે તેમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગાહી કરી છે. ટેરિફ અને તેના અમલીકરણની યુએસની ધમકી વૈશ્વિક વેપાર અને વિશ્વાસને સીધી એસર કરશે. યુ.એસ. અને ચીન પર પ્રદેશની નિકાસ નિર્ભરતાને કારણે ઉત્પાદકો અને નાની અર્થવ્યવસ્થાઓ ખાસ કરીને પ્રભાવિત થશે. ભારત માટે, એસએન્ડપીએ માર્ચમાં 2025 અને 2026 માટે અનુક્રમે 6.5% અને 6.8% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. પરંતુ જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ અમલમાં આવે, તો એસએન્ડપી અનુમાન કરે છે કે આ વૃદ્ધિ દરો ઘટીને અનુક્રમે 6.3% અને 6.5% થઈ જશે. ટ્રમ્પે 9 એપ્રિલના રોજ ચીન સિવાયના દેશો પર ટેરિફ લાદવાનું ત્રણ મહિના માટે મુલતવી રાખ્યું હતું. જો કે, યુએસમાં નિકાસ પર 10% વધારાની ડયુટી, જે 2 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી, તે હજુ પણ ચાલુ છે. જો 2 એપ્રિલે જાહેર કરાયેલા ટેરિફનો સંપૂર્ણ અમલ થાય છે, તો ચીન, જાપાન અને ભારત જેવા મુખ્ય એશિયા-પેસિફિક અર્થતંત્રોમાં આગામી બે વર્ષમાં 0.2 – 0.4%નો વૃદ્ધિદર ઘટશે. વિયેતનામ, થાઈલેન્ડ અને તાઈવાનને સૌથી મોટો સીધો ફટકો પડશે. ઉપરાંત, ભૌગોલિક રાજકીય અને આર્થિક પ્રભાવો ગંભીર થશે. જો ચીન-યુએસ સંબંધો વધુ બગડશે, તો તે વિશ્વાસને વધુ નબળો પાડશે અને વૈશ્વિક વેપાર પ્રવાહને ગંભીર રીતે અસર કરશે. આ ઘટનાઓ તીવ્ર વૈશ્વિક મંદીનું કારણ બની શકે છે તેથી અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.