મેરઠ જિલ્લા જેલમાં 19 માર્ચથી બંધ મુસ્કાનને જેલમાં એક બહેનપણી મળી ગઈ છે. જેનું નામ સંગીતા છે, તે પણ 3 મહિના પ્રેગ્નેન્ટ છે. મુસ્કાનને સામાન્ય બેરેકમાંથી હટાવીને અલગ બેરેકમાં રાખવામાં આવી છે. અહીં મુસ્કાન અને સંગીતા બંને સાથે રહે છે. બંનેની ક્રિમિનલ ડિસ્ટ્રી પણ ત્રણ પોઇન્ટ પર એક જ જેવી છે. પહેલો- બંનેએ બોયફ્રેન્ડ સાથે મળીને પોત-પોતાના પતિને મારી નાખ્યા. બીજો- બંને જ મહિલાઓ પતિને મારીને બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. ત્રીજો- બંનેની પ્રેગ્નેન્સીની વાત જેલમાં કન્ફર્મ થઈ. અત્યાર સુધી કોઈને ખ્યા નથી કે તેમના ગર્ભમાં ઉછરી રહેલું બાળક પતિનું છે કે બોયફ્રેન્ડનું. જેલ પ્રશાસન સાથે ભાસ્કરે નવેસરથી વાતચીત કરી. સામે આવ્યું કે આ સમયે સંગીતા અને મુસ્કાનનું ડાયટ અને રૂટિન એક જેવું જ છે. જેલના મેન્યુઅલ મુજબ, ડોક્ટર તેમની દેખરેખ કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈપણ પ્રકારના હેલ્થ ઇશ્યૂ સામે આવ્યા નથી. વાંચો સંપૂર્ણ રિપોર્ટ…. સંગીતાએ તેના પતિને કેવી રીતે માર્યો, જાણો અહીં… બોયફ્રેન્ડ પતિને બાઇક પર લઈને ગયો, મારી નાખ્યો સંગીતાના ગુનાની કહાની 25 ફેબ્રુઆરી, 2025થી શરૂ થાય છે. જાની વિસ્તારના ગામ કુસેરીના જંગલમાં એક યુવકની લાશ મળી. તેની પાસેથી જે પેપર મળ્યા, તેનાથી સામે આવ્યું કે તે અજય ઉર્ફે બિટ્ટુ(28) છે. તે દેહરાદૂનમાં જોબ કરતો હતો. મેરઠમાં તેની બહેનનાં લગ્નમાં સામેલ થવા આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને ચહેરાને ભારે વસ્તુથી કચડવામાં આવ્યા હોવાની વાત સામે આવી. માથાનું હાડકું તૂટી ગયું હતું. તપાસ શરૂ થઈ. પરિવારના સભ્યોની મોબાઈલની કોલ ડિટેલમાં પત્ની સંગીતા પર શંકા ગાઢ બની. તેણે એક ખાસ નંબર પર સતત અને લાંબી વાતચીત કરી હતી. આ નંબરનું લોકેશન ગાઝિયાબાદમાં મળ્યું. આ નંબર અવનીશનો હતો, જે તેનો સંબંધી હતો. અવનીશના પકડાઈ ગયા બાદ સંગીતા સાથે તેનું અફેર પણ સામે આવ્યું. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા, એટલે અજયને મારી નાખ્યો
પૂછપરછમાં સામે આવ્યું કે સંગીતા અને અવનીશ લગ્ન કરવા ઇચ્છતા હતા, એટલે અજયને મારી નાખવાનું પ્લાનિંગ કર્યું હતું. 24 ફબ્રુઆરીની રાતે અવનીશ અજયને બાઇક પર બેસાડીને ખેતરમાં લઈ ગયો, બંનેએ સાથે દારુ પીધો. અજય જ્યારે નશામાં ભાનમાં ન રહ્યો, ત્યારે અવનીશે તેનું માથું હેન્ડપંપ સાથે અથડાવ્યું. અજય ભાગવા લાગ્યો ત્યારે અવનીશે તેને પકડી લીધો અને ગળું દબાવીને મારી નાખ્યો. પોલીસે 48 કલાકની અંદર જ સંગીતા, અવનીશ અને તેની બહેન પૂનમને પકડી લીધી. તેમણે પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. અજયની હત્યા મામલે 28 ફેબ્રુઆરીથી સંગીતા, બહેન પૂનમ, પ્રેમી અવનીશ જેલમાં બંધ છે. હવે સંગીતા પણ 3 મહિના પ્રેગ્નેન્ટ છે. ચર્ચા ચાલી રહી છે કે તેનું બાળક પતિ અજયનું છે કે બોયફ્રેન્ડ અવનીશનું. બોયફ્રેન્ડ પાસે ડેડબોડી બાઇક પર મંગાવીને જોઈ
સંગીતાને જ્યારે અવનીશે કોલ કરીને કહ્યું કે અજયને મારી નાખ્યો છે. ત્યારે તેણે કહ્યું કે મને છેલ્લીવાર અજયનું મોઢું બતાવી દો. ત્યારે અવનીશ અને આશૂ મળીને અજયની ડેડબોડીને બાઇક પર તેના ઘર સુધી લઈને ગયા. અવનીશે સંગીતાના સેંથામાં સિંદૂર પૂર્યું. સંગીતાએ તેના પછી પોતાના પતિ અજયનો ચહેરો જોયો હતો. ત્યારબાદ લાશને જંગલમાં ફેંકી દીધી. હવે મુસ્કાન અને સંગીતાના ગુનામાં 4 સમાનતાઓ વાંચો…
1. ભાઈએ મર્ડર કેસ પોલીસ સુધી પહોંચાડ્યો
સૌરભના મોટા ભાઈ રાહુલની જેમ અજયના ભાઈ હરિઓમે પોલીસ સ્ટેશન પહોંચીને પોતાના ભાઈની હત્યાનો કેસ નોંધાવ્યો હતો. મુસ્કાને સાહિલની મદદથી પતિને મોતને ઘાટ ઉતાર્યો, બીજી તરફ સંગીતાએ પોતાના બોયફ્રેન્ડ અવનીશની મદદથી અજયની હત્યા કરાવી. 2. પતિની ગેરહાજરીમાં બોયફ્રેન્ડ સાથે રિલેશન બાંધ્યા
સૌરભ ઘરથી દૂર લંડનમાં રહીને જોબ કરતો હતો. મુસ્કાન અહીં મેરઠમાં એકલી રહેતી હતી અને તે સાહિલની નજીક આવી ગઈ. આ રીતે સંગીતાનો પતિ અજય દેહરાદૂનમાં રહીને જોબ કરતો હતો. અજય પણ ક્યારેક-ક્યારેક મેરઠ આવતો હતો, સંગીતા પણ ઘરે એકલી રહેતી હતી. આ એકલતામાં તેની મિત્રતા અવનીશ સાથે થઈ ગઈ. બંને ખૂબ જ નજીક આવી ગયા. બંનેએ પોત-પોતાના પતિની હાજરીમાં જ બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા. 3. બંનેના પતિ 22 ફેબ્રુઆરીએ જ મેરઠ આવ્યા
સૌરભની હત્યા 3 માર્ચે રાતે થઈ, પરંતુ તે મેરઠ 22 ફેબ્રુઆરીએ આવ્યો હતો. ઠીક તેવી જ રીતે અજયની હત્યા 25 ફેબ્રુઆરીએ થઈ, પરંતુ તે 22 ફેબ્રુઆરીએ જ મેરઠ આવ્યો હતો. અજય બહેનના લગ્ન માટે મેરઠ આવ્યો હતો. 4. બંનેનો હેતુ પતિની હત્યા કરી બોયફ્રેન્ડ સાથે લગ્ન કવાનો હતો
મુસ્કાન સૌરભને રસ્તા પરથી હટાવીને સાહિલ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. એવી જ રીતે સંગીતાએ પોતાના પતિ અજયને માત્ર એટલાં માટે મોતને ઘાટ ઉતાર્યો જેથી તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે. લગ્ન થાય એ પહેલાં જ બંને પકડાઈ ગઈ. મુસ્કાનની એક દીકરી પીહૂ છે. જ્યારે સંગીતાના 2 દીકરા છે. મેરઠ જિલ્લા જેલના સિનિયર જેલ અધિક્ષક ડૉ. વિરેશે રાજ શર્માએ જણાવ્યું હતું કે જેલમાં બે મહિલા કેદીઓ ગર્ભવતી છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી બંનેની તપાસ કરવામાં આવી અને અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું. જેમાં ગર્ભાવસ્થા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌરભ હત્યા કેસમાં આરોપી તેની પત્ની મુસ્કાન દોઢ મહિનાની ગર્ભવતી છે અને અજય હત્યા કેસમાં આરોપી પત્ની સંગીતા 3 મહિનાની ગર્ભવતી છે. મુસ્કાન 19 માર્ચથી અને સંગીતા 28 ફેબ્રુઆરીથી મેરઠ જેલમાં બંધ છે. જેલ મેન્યુઅલ મુજબ બંનેને ખોરાક અને દવાઓ આપવામાં આવી રહી છે. બંનેને એક જ બેરેકમાં રાખવામાં આવ્યા છે. , આ સમાચાર પણ વાંચો… પત્નીએ પતિને જે સાપ પાસે ડંખ મરાવ્યો, તેને દાંત નહોતા:શરીર વાદળી ન થવાથી શંકા જાગી; મેરઠમાં પોસ્ટમોર્ટમ બાદ પત્ની-બોયફ્રેન્ડની ધરપકડ યુપીના મેરઠમાં પતિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી, પછી એ છુપાવવા માટે પત્ની અને તેના પ્રેમીએ પતિના શરીર ઉપર સાપ છોડી દીધો. બંને આમાં લગભગ સફળ થયા, પણ તેમનું કાવતરું નિષ્ફળ ગયું. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…