PM નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને Xના માલિક ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. મોદીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે ઇલોન મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા મુદ્દાઓ પણ ફોન પરની વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા. પીએમ મોદીએ મસ્ક સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી…
X (પહેલાંનું ટ્વિટર) પરની વાતચીતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ લખ્યું, “મેં ઇલોન મસ્ક સાથે વાત કરી અને ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં મુલાકાતના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. અમે ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની મોટી સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.” આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે ટેસ્લા ભારતના ઇલેક્ટ્રિક વાહનબજારમાં પ્રવેશવાની તકો શોધી રહી છે. PM મોદી ભારતના ભવિષ્યની નવી દિશા ચીતરશે
પીએમ મોદીએ કહ્યું હતું કે મસ્ક અને તેમની વચ્ચે ટેક્નોલોજી અને નવીનતાનાં ક્ષેત્રોમાં સહયોગની અપાર શક્યતાઓ પર ચર્ચા થઈ. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં મસ્કની કંપનીઓ ટેસ્લા, સ્પેસએક્સ અને સ્ટારલિંક ભારતના ટેક્નોલોજિકલ ભવિષ્યને નવી દિશા આપી શકે છે. અમેરિકામાં થયેલી મુલાકાત દરમિયાન બંને નેતાએ વિજ્ઞાન, ઈનોવેશન અને અવકાશ ટેક્નોલોજી જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. મોદી અગાઉ બે દિવસ માટે US ગયા હતા
ફેબ્રુઆરીમાં પીએમ મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ સમય દરમિયાન ટ્રમ્પની સાથે તેઓ ઈલોન મસ્કને પણ મળ્યા. ખાસ વાત એ છે કે પીએમ મોદી ટ્રમ્પ પહેલાં પણ મસ્કને મળ્યા હતા. આ બાબત મીડિયામાં ખૂબ ચર્ચામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ખાસ કરીને ઈલોન મસ્કનાં બાળકો સાથે વાત કરતા જોવા મળ્યા. મસ્કનો પરિવાર મોદીને મળ્યો હતો
પીએમ મોદી સાથે ઈલોન મસ્કની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. મસ્ક તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે પીએમ મોદીને મળવા આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મસ્ક ચીનથી પોતાનો વ્યવસાય બંધ કરીને એને અન્યત્ર વિસ્તારવા માગે છે. આ માટે તેમની પાસે ભારત કરતાં સારો કોઈ વિકલ્પ ન હોઈ શકે. મસ્કનો બિઝનેસ પ્લાન શું છે?
અગાઉ પણ મસ્ક ટેસ્લાથી લઈને સ્ટારલિંક સુધીની દરેક વસ્તુ ભારતમાં લાવવા માગતા હતા. જોકે કેટલાંક કારણોસર આ થઈ શક્યું નહીં. સૌથી મોટી સમસ્યા એ હતી કે ટેસ્લા અને સ્ટારલિંકના આગમનથી ભારતીય ઉદ્યોગોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પીએમ મોદી અને મસ્ક વચ્ચેની મુલાકાત દરમિયાન બહાર આવેલી તસવીરો જોઈને એવું લાગતું હતું કે આ મુલાકાતમાં સમસ્યાઓના ઉકેલ મોટેભાગે મળી ગયા છે.