back to top
Homeગુજરાતહવે જૂનું અમદાવાદ યુરોપ જેવું બનશે:હેરિટેજ વોક રૂટને યુરોપની સ્ટ્રીટ જેમ ડેવલોપ...

હવે જૂનું અમદાવાદ યુરોપ જેવું બનશે:હેરિટેજ વોક રૂટને યુરોપની સ્ટ્રીટ જેમ ડેવલોપ કરાશે; QR કોડથી માહિતી મળી રહેશે, તમામ બિલ્ડિંગો એક જ રંગથી રંગાશે

આજે (18 એપ્રિલ) વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના વૈશ્વિકીકરણના યુગમાં જ્યારે સમગ્ર વિશ્વ એક રંગે રંગાઈ રહ્યું છે, એવા માહોલમાં દરેક પોતાની આગવી સંસ્કૃતિ અને ઓળખ ગુમાવતા જાય છે. આવા સંજોગોમાં આજે પણ અમદાવાદ પોતાની વૈવિધ્યસભર લાક્ષણિકતાઓ સાચવીને બેઠું છે. સદીઓ જૂની ઇમારતો અને હેરિટેજ સ્થળો હોવાને લઈને યુનેસ્કો દ્વારા અમદાવાદને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવેલો છે. અમદાવાદ એટલે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી. કોટ વિસ્તારમાં આવેલા તમામ હેરિટેજ સ્થળોને આવરી લેતો હેરિટેજ વોક દેશ-વિદેશથી અમદાવાદમાં ફરવા આવતા નાગરિકો જરૂરથી કરતા હોય છે. આ બે કિલોમીટરના હેરિટેજ વોક રૂટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુરોપ સ્ટ્રીટ જેમ ડેવલોપ કરાશે. યુરોપ સ્ટ્રીટમાં લાગેલા પથ્થરો જેવા જ અમદાવાદના હેરિટેજ વોક રૂટમાં લગાવવામાં આવશે. આ સાથે વોક રૂટની તમામ બિલ્ડિંગોને આગળના ભાગેથી એક જ કલરથી રંગવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્થળની માહિતી QR કોડ સ્કેન કરતાની સાથે જ મળી રહેશે. આ તમામ કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે અને બે વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. 3 તબક્કામાં હેરિટેજ થીમ ઉપર રૂટને નવો બનાવાશેઃ રમ્ય ભટ્ટ
આ મામલે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદ શહેરમાં હેરિટેજ સ્થળોની મુલાકાત કરાવતા એવા બે કિલોમીટરના હેરિટેજ વોકના રૂટને રૂ. 29 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. ત્રણ તબક્કામાં હેરિટેજ થીમ ઉપર રૂટને નવો બનાવવામાં આવશે. હેરિટેજ વોક રૂટ ઉપર યુરોપમાં જેવા પથ્થરો છે તેવા લગાવવામાં આવશે. આ ઉપરાંત જેટલી પણ બિલ્ડિંગો છે તે આગળના ભાગે એક જ કલરની કરવામાં આવનાર છે. ડેકોરેટિવ લાઇટિંગ પણ તમામ સ્થળો ઉપર કરવામાં આવશે. QR કોડથી તમામ સ્થળની માહિતી મળી રહેશે
હેરિટેજ વોકના રૂટ ઉપર અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. ત્યારે આ સ્થળોનું મહત્વ શું છે? તે અંગેની તમામ માહિતી મળી રહે તેના માટે એક QR કોડ મૂકવામાં આવશે. જે QR કોડ સ્કેન કરતાની સાથે સ્થળની મહત્વતા દર્શાવતી તમામ માહિતી મળી રહેશે. રૂટ ઉપર આવતા તમામ બિલ્ડિંગો, જગ્યાઓ વગેરેને હેરિટેજ થીમ જેવી બનાવવામાં આવશે. આખા રૂટ પર સીસીટીવી કેમેરા અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. રૂટ ઉપર ક્યાંય પણ લટકતા વાયરો કે અન્ય બેનરો વગેરે હશે તો તેને પણ દૂર કરવામાં આવશે. ખાસ કરીને હેરિટેજ રૂટ ઉપર સાઈનેજીસ બોર્ડ લગાવવામાં આવશે. જે સ્થળ ઉપર જવાના રસ્તા હશે, ત્યાં તમામ જગ્યા ઉપર પાર્કિંગની પણ વ્યવસ્થિત થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું કામ દિવાળી સુધીમાં પુરૂ થશે
આગામી મહિને પ્રથમ તબક્કાની કામગીરી માટેનું ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરી દેવામાં આવશે, જે દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે. બે વર્ષમાં હેરિટેજ વોક અલગ જ લુકમાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments