હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ત્રણ-ચાર દિવસ ગરમીમાં ઘટાડો નોંધાશે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું જવાની સંભાવના છે. 2-3 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં ઘટાડો નોંધાશે, જોકે રાજકોટમાં આજે પણ 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવાની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત્ છે, પણ બે દિવસ દક્ષિણ ગુજરાત સિવાયના સમગ્ર રાજ્યમાં ડમરી ઊડે એવા પવનો ફૂંકાઈ શકે છે. કચ્છ, ઉ.ગુજરાતના વિસ્તારો પવનની ગતિ વધારે હશે. 20-30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 22થી 24 તારીખ દરમિયાન દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી આબોહવા રહેશે. આગામી 7 દિવસની આગાહી મુજબ 19 તારીખે પશ્ચિમ ભારતના તમામ ભાગોમાં પુષ્કળ પવન ફૂંકાવાની સંભાવના છે, જ્યારે 20 અને 21 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે. 22 તારીખ બાદ પવનની ગતિમાંથી થોડી રાહત મળશે અને 23-24 તારીખથી ફરીથી ગરમીમાં વધારો નોંધાઈ શકે છે. આજે વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનની આગાહી 18 એપ્રિલે વિવિધ શહેરમાં નોંધાયેલું મહત્તમ તાપમાન