IPLની 34મી મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટે હરાવ્યું. શુક્રવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદને કારણે મેચ 14-14 ઓવરની રમાઈ હતી. પંજાબે બોલિંગ કરવાનું પસંદ કર્યું. RCB એ 9 વિકેટ ગુમાવ્યા બાદ 95 રન બનાવ્યા. પંજાબે 12.1 ઓવરમાં ટારગેટ પુરો કરી લીધો. પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલ, માર્કો યાનસન, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી. નેહલ વાઢેરાએ 33 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. બેંગ્લોર તરફથી ટિમ ડેવિડે ફિફ્ટી ફટકારી. જોશ હેઝલવુડે 3 વિકેટ લીધી. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ RCB માટે નંબર-7 પર બેટિંગ કરવા આવેલા ટિમ ડેવિડ સામે ટીમે 42 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતિમાં, તેણે માત્ર 26 બોલમાં ફિફ્ટી ફટકારી અને ટીમને 95 રનના પડકારજનક સ્કોર પર લઈ ગયો. તેની ટીમ ભલે હારી ગઈ હોય, પણ તેની ઇનિંગ્સે તેને પ્લેયર ઓફ ધ મેચ બનાવ્યો. 2. જીતનો હીરો 3. ફાઇટર ઓફ ધ મેચ જોશ હેઝલવુડે 3 વિકેટ લઈને મેચ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો નહીં. હેઝલવુડે પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર અને જોશ ઈંગ્લિસને પેવેલિયનમાં મોકલ્યા હતા. તેણે પોતાની 3 ઓવરમાં ફક્ત 14 રન આપ્યા. 4. ધ ટર્નિંગ પોઈન્ટ બેંગલુરુએ 8 ઓવરમાં 53 રન આપીને 4 વિકેટ લીધી હતી. અહીં સુયશ શર્મા બોલિંગ કરવા આવ્યો, તેણે નેહલ વાઢેરા સામે 4 ડોટ બોલ ફેંક્યા પરંતુ છેલ્લા 2 બોલમાં 10 રન આપ્યા. ત્યારબાદ સુયશે 11મી ઓવરમાં 15 રન આપ્યા. લો સ્કોરિંગ મેચમાં, તેણે 8 બોલમાં 25 રન આપ્યા, આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 5. હેઝલવુડ ટોપ વિકેટમાં બીજા સ્થાને પહોંચ્યો લખનૌનો નિકોલસ પૂરન 357 રન બનાવીને ટોચના રન બનાવનાર ખેલાડી બન્યો છે. બેંગ્લોરના જોશ હેઝલવુડ 12 વિકેટ લઈને ટોચના વિકેટ લેનારા બોલરોમાં બીજા સ્થાને પહોંચ્યા. પંજાબે 7 માંથી 5મી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર કબજો કર્યો. RCB ચોથા સ્થાને પહોંચી ગયું. Topics: