ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીન આજકાલ ટ્રોલર્સના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર તેણીને સતત ફિલર્સ અને બોટોક્સને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે એક્ટ્રેસે પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્રોલર્સને કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે તેમાં ખોટું શું છે?
ફિલર્સને સામાન્ય રીતે સોફ્ટ ટીશ્યુ ફિલર્સ કે ડર્મલ ફિલર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે નોન-સર્જિકલ કોસ્મેટિક પ્રક્રિયા છે, જેનો ઉપયોગ ચહેરાની રૂપરેખા સુધારવા, કરચલીઓ ઓછી કરવા માટે થાય છે. જ્યારે બોટોક્સ બોટ્યુલિનમ ટોક્સિન નામના ન્યુરોટોક્સિનથી બનેલું છે, જેનો ઉપયોગ ચહેરાની કરચલીઓ ઘટાડવા, સ્નાયુઓના ખેંચાણની સારવાર અને વધુ પડતા પરસેવાને નિયંત્રિત કરવા માટે થાય છે. હાલમાં જેસ્મિન ભસીનના કેટલાક ફોટોશૂટ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે, જેમાં તેનો ચહેરો એકદમ બદલાયેલો લાગી રહ્યો છે. ખાસ કરીને તેના હોઠ. જેતી યુઝર્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે, જેસ્મિને બોટોક્સ અને લિપ ફિલર કરાવ્યું છે. બોલિવૂડ બબલ સાથેના એક ઇન્ટરવ્યૂમાં જેસ્મિને કહ્યું કે, ‘કોસ્મેટિક સર્જરીમાં લોકોને શું સમસ્યા છે? જો આવા ફેરફારો વ્યક્તિને વધુ આત્મવિશ્વાસ અનુભવવામાં મદદ કરે છે, તો તેમાં કોઈ નુકસાન નથી. દરેક વ્યક્તિને પોતાની પસંદગી અને સુવિધા અનુસાર નિર્ણય લેવાનો અધિકાર છે. જો કોઈ પોતાને સારું અનુભવવા માટે આવું કંઈક કરે છે, તો તેને જજ ન કરવું જોઈએ.’ જેસ્મિને આગળ કહે છે, ‘તાજેતરમાં મારું નામ પણ આ મુદ્દા સાથે જોડાયું હતું. લોકોએ મારી એક પોસ્ટ પર કમેન્ટ્સ કરી અને ઘણા મેસેજ મોકલ્યા કે ‘શું જેસ્મિનના હોઠ પર કંઈક કરાવ્યું છે?’ વગેરે વગેરે. જોકે, એવું કંઈ થયું નથી.’ ‘ખરેખર, એક અકસ્માતને કારણે મારા હોઠ સોજી ગયા હતા અને તે દિવસે મેકઅપ આર્ટિસ્ટે મારા હોઠ ઓવરલાઈન કરી દીધા હતા. મને તે સમયે તે લુક ગમ્યો, કારણ કે ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર્સમાં પણ હોઠ થોડા ભરાવદાર દેખાય છે. પણ પછી મને ખ્યાલ આવ્યો કે એ દેખાવ મને સારો નહોતો લાગતો.’ જેસ્મિને કહ્યું કે, ‘તેને સમજાતું નથી કે લોકો આ મુદ્દા પર બીજાઓને કેમ નીચા પાડે છે? દરેક વ્યક્તિને પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવવાનો અને ખુશ રહેવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેના માટે શું સાચું છે અને શું ખોટું છે, તેને શું ગમે છે અને શું નથી ગમતું. અને જો કોઈને લાગે કે તેણે મર્યાદા ઓળંગી દીધી છે, તો તેણે તે સમજવું જોઈએ.’