રાજ્યમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિ તેજ થતા ગરમીમાં આંશિક રાહત મળી છે. જો કે, આજે પણ અમદાવાદ, રાજકોટ સહિતનાં 6 શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર રહેવાની સંભાવના છે. આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પવનના કારણે ધૂળની ડમરીઓ ઊડે તેવી શક્યતા છે. આજે વિવિઘ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી 19 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં ગરમીના પગલે મનરેગાના શ્રમિકોની આરોગ્યની ચકાસણી કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવ અન્વયે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.જાલંધરાની સૂચના અનુસાર મનરેગા અંતર્ગત ચાલતાં કામોના સ્થળે શ્રમિકોના આરોગ્યની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓ.આર.એસ.નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બાથટબ અને બરફના બોક્સ સાથેની વિશેષ વ્યવસ્થા
સુરતનાં શહેરીજનોને આકરા તાપ અને હીટસ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારીનાં પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે, પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટસ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રીમ તૈયારીઓ સાથે બાથટબ અને બરફના બોક્સ સાથેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે સિવિલમાં 10 બેડનો વોર્ડ બનાવવામાં આવ્યો છે અને અન્ય વોર્ડમાં કૂલરની વ્યવસ્થા કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.