શબાના આઝમી અને પરવીન બાબીએ ‘અમર અકબર એન્થની’ અને ‘જ્વાલામુખી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તાજેતરમાં શબાનાએ પરવીન સાથે કામ કર્યાના દિવસો યાદ કર્યા. તેમણે જણાવ્યું કે પરવીન બાબીના વર્તનમાં ધીમે ધીમે કેટલાક ફેરફારો દેખાઈ રહ્યા હતા. તે કંઈક વિચિત્ર વર્તન કરવા લાગી હતી. ફિલ્મફેર સાથેની વાતચીતમાં શબાના આઝમીએ કહ્યું, ‘મેં મારી નજર સામે પરવીન બાબીને પાગલ થતી જોઈ. અમે પ્રકાશ મહેરાની ફિલ્મ ‘જ્વાલામુખી’નું શૂટિંગ કરી રહ્યા હતા. અમે સેટ પર હતા અને અચાનક તેણ ઝુમ્મર તરફ જોયું અને ચીસો પાડવા લાગી, કહેવા લાગી કે આ ઝુમ્મર મારા પર પડશે. ‘અશાંતિ’ ના સેટ પર પણ મેં જોયું કે તે ખૂબ ઓછું ખાતી હતી. દ્રાક્ષના બે દાણા ખાતી અને કહેતી કે મારુ પેટ ફૂટી જશે.’ શબાનાએ આગળ કહ્યું, ‘એકવાર જ્યારે ઝીનત અમાન પોતાનો મેકઅપ કરાવી રહી હતી, ત્યારે અચાનક પરવીન બાબી તેની પાછળ ઊભી રહી અને તેને ખૂબ જ વિચિત્ર રીતે જોવા લાગી.’ આ એક સંકેત હતો કે આ છોકરી (પરવીન બાબી) મેન્ટલી સ્વસ્થ નહોતી. તે જ સમયે, જ્યારે શબાના આઝમીને પૂછવામાં આવ્યું કે શું પરવીન સાથે કામ કરતા લોકોએ ક્યારેય તેની માનસિક સ્થિતિ વિશે ચર્ચા કરી છે, ત્યારે શબાનાએ જવાબ આપ્યો, ‘અમે ક્યારેય તેના વિશે વાત કરી નથી.’ તે હંમેશા રહસ્યમય વાતો કરતી, પુસ્તકોની ચર્ચા કરતી અને તે એક મોટી સ્ટાર હતી? પરંતુ તેમણે ક્યારેય મોટી સ્ટાર હોવાનો દેખાડો કર્યો નહોતો. તે એવી બુદ્ધિમત્તાને શોધી રહી હતી જે સરળતાથી મળતી ન હતી, પણ તે કોઈક બાબત સાથે સંઘર્ષ કરી રહી હતી.’ પરવીન બાબીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો પરવીન બાબી પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતી હતી. પરવીનનું મૃત્યુ વર્ષ 2005માં થયું હતું. 3 દિવસ પછી તેનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો.