મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે. ભાટપુરા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા. આ ત્રણેય યુવકો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાંબી ગામના વતની છે. યુવકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. તેઓ હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યા હતા. કેનાલમાં પડતાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. ગંભીર હાલતમાં રહેલા યુવકને પ્રથમ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ગોધરા ખસેડવામાં આવ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે મહીસાગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં નદી અને કેનાલમાં ડૂબી જવાથી 5 લોકોના મોત થયા છે.