back to top
Homeગુજરાતવડોદરામાં બુટલેગરો વચ્ચે ગેંગવોર:બુટલેગર અલ્પુ સિંધીએ જીવલેણ હુમલો કર્યા બાદ હેરી લુધવાણીને...

વડોદરામાં બુટલેગરો વચ્ચે ગેંગવોર:બુટલેગર અલ્પુ સિંધીએ જીવલેણ હુમલો કર્યા બાદ હેરી લુધવાણીને કહ્યું: ‘દારૂની એક પેટી વેચવા પર રૂ.500 આપવા પડશે’

વડોદરામાં બુટલેગરો વચ્ચે 3 દિવસ પહેલા ગેંગવોર થયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં વડોદરાના નામચીન બુટલેગર અલ્પુ સિંધી સહિત ચાર શખસોએ મળીને ફતેગંજ વિસ્તારમાં બુટલેગર હેરી લુધવાણી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ જણાવ્યું છે કે, બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે, એ અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો. જેલમાંથી એના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી. દારૂની એક પેટી પર અલ્પુ સિંધી 500 રૂપિયા ખંડણી માંગે છે. વારસીયા પોલીસ સ્ટેશનમાં અલ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી હતી અને અલ્પુએ ખંડણીરૂપે મારી કાર આંચકી લીધી હતી. તમે અલ્પુ સામે પુરાવા લઇ આવો
ઇજાગ્રસ્ત હેરી લુધવાણીએ જણાવ્યું હતું કે, ગત 2 એપ્રિલના મારા મિત્ર દિનેશ લાલવાણીને માર માર્યો હતો, જેથી અમે અલ્પુ અને ગોલુ પર કેસ કરવા માટે ગયા હતા. ગોલુએ મારા મિત્રને માર મારીને કહું હતું કે, હેરીને બોલાવ, તેની પાસેથી 2 લાખ લેવાના છે. જેથી, હું વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો હતો. મે વારસા પોલીસ સ્ટેશનમાં એસ.એમ વસાવાને કહ્યું હતું કે, આ લોકો પૈસા માંગતા હતા અને મારા જીવને જોખમ છે, તમે મને બચાવો, જેથી એ લોકોએ મને કહ્યું હતું કે, તમે અલ્પુ સામે પુરાવા લઇ આવો, જેથી પોલીસે મારા મિત્ર દિનેશને માર માર્યો હતો. પછી તે અલ્પુ આવ્યો હતો. પછી અલ્પુ ત્યાંથી ભાગી ગયો હતો. હવે તમારે ધંધો કરવો હશે તો મારી પરમિશન લેવી પડશે
તેને વધુમાં જણાવ્યું હતું કે, પછી પોલીસ મારા મિત્ર દિનેશને ટોર્ચર કરતા હતા કે, તું સમાધાન કર નહી તો તને મારીશું. ત્યારબાદ દિનેશ અને ગોલુને પોલીસે બેસાડી દીધા હતા. પરંતુ મારા મિત્ર પર હુમલો કરાવનાર અલ્પુને પોલીસે કંઈ કર્યું હતું અને તેને જવા દીધો હતો. ત્યારબાદ મારી કાર પરત માંગવાના મામલે મારી પર અલ્પુ સહિતના લોકોએ હુમલો કર્યો હતો. અલ્પુ સામે 50થી વધુ ફરિયાદો છે તે દારૂનો ધંધો કરે છે. મારી સામે પણ દારૂની ફરિયાદો છે એમાં હું ના પાડતો નથી. અલ્પુ કહે છે કે, હવે તમારે ધંધો કરવો હશે તો મારી પરમિશન લેવી પડશે, પેટી ઉપર 500 રૂપિયા આપવા પડશે, જેવું મુકેશ દાદા કરતાં હતા. ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવા માટે ફતેગંજ પોલીસે પાંચ ટીમો બનાવી છે. આ ઉપરાંત ડીસીબીની બે ટીમ અને પીસીબીની ટીમ પણ કામે લાગેલી છે. અગાઉ પણ આ લોકો વચ્ચે વરસિયા વિસ્તારમાં ઝઘડો થયો હતો. જેની સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. હેરીએ કરેલા આક્ષેપો અંગે સિટી, વારસિયા અને ફતેગંજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
બુટલેગર હેરી લુધવાણી પર થયેલા હુમલાના કેસમાં રવિ દેવજાણી બનાવ વખતે હાજર હતો કે, કેમ તે મુદ્દે વિવાદ સર્જાયો હતો. બનાવ બન્યો તે સમયે સિટી પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત થઇ હોવાની વિગતોને પગલે પોલીસ દ્વારા CCTV ફૂટેજને આધારે તેની સંડોવણી તપાસવામાં આવી રહી છે. તો બીજી તરફ અલ્પુ સિંધી અને તેના સાગરીતોને શોધવા ફતેગંજ પોલીસની ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિતની ટીમો પણ જોડાઇ છે. અલ્પુના રહેઠાણ તેમજ અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરાઇ હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો નથી. તારી ગાડી અલ્પેશ ઉર્ફે અલ્પુ વાઘવાની (સિંધી) લઈ ગયો
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલ એસ.કે. કોલોનીમાં રહેતા બુટલેગર હેરી રમેશકુમાર લુધવાણી (ઉં.22) એ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં મારી કાર મારા મિત્ર ચિંતન ઉર્ફે ચિંટુ રાણાને ઉપયોગ કરવા માટે આપી હતી. ત્યારબાદ ચિંતન પાસેથી મારી કાર રવિ દેવજાણી લઈ ગયો હતો. બે દિવસ થયા બાદ રવિએ કાર મને પરત આપી નહોતી, જેથી મેં તેને ફોન કરીને કાર બાબતે પૂછપરછ કરી હતી, જેથી તેને મને કહ્યું હતું કે, તારી ગાડી અલ્પેશ ઉર્ફે અલ્પુ વાઘવાની (સિંધી) લઈ ગયો છે. જેથી મારા મિત્ર ચિંતા ને કાર પરત ન આપવા બાબતે રવિ દેવજાણી સામે 16 એપ્રિલના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સ્કૂટર આગળ કાર ઊભી રહેતા મારા બંને મિત્રો ભાગી ગયા હતા
આ દરમિયાન 17 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યે મારા મિત્ર કુણાલ અને વિવેક સાથે નીકળ્યો હતો. મારી માતાએ તાંદલીયા ખાતે એક મહિલાને ઉછીના પૈસા આપ્યા હતા તે પૈસા લેવા માટે અમે ગયા હતા. આ દરમિયાન રાત્રે 12 વાગ્યે મેં અલ્પુ સિંધીને મારી કાર પરત આપવા માટે ફોન કર્યો હતો. આ સમયે અલ્પુ સિંધીએ મારી સાથે ફોન ઉપર બોલા ચાલી અને ગાળાગાળી કરી હતી, ત્યારબાદ હું મારા બંને મિત્રો સાથે રાત્રે બે વાગ્યે તાંદલજાથી સ્કૂટર પર ઘરે આવવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રાત્રે 2:30 વાગ્યે ફતેગઢ નજીકથી અમે પસાર થતા હતા, તે વખતે પાછળથી એક ઇકો સ્પોર્ટ્સ કારે અમારો પીછો કર્યો હતો અને અમારા સ્કૂટર આગળ આવીને કાર ઊભી રાખી દીધી હતી. જેથી, મારા બંને મિત્રો ભાગી ગયા હતા. મને જાનથી મારી નાખવાના ઇરાદે મારી પર હુમલો કર્યો
આ સમયે કારમાંથી અલ્પુ સિંધી અને મુકેશ ઉર્ફે ચપટ ગોસ્વામી કારમાંથી ઉતર્યા હતા અને મને જાનથી મારી નાખવાની ઇરાદે લોખંડની પાઇપ અને લાકડાના ડંડા વડે માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ રવિ દેવજાણી અને રાજુ કારમાંથી ઉતર્યા હતા. આ બંનેએ પણ મને જાનથી મારી નાખવાના ઇરાદે મારી પર હુમલો કર્યો હતો. આ સમયે મારો મોબાઇલ પણ એ લોકોએ તોડી નાખ્યો હતો. ત્યારબાદ રાજુએ મારા બંને હાથ પકડી રાખ્યા હતા અને અલ્પુ સિંધીએ લોખંડની પાઇપ મને મારી હતી અને મુકેશ ચપટે લાકડાના ડંડાથી મને માર માર્યો હતો. કોઈ રાહદારીએ 108 બોલાવી મને હોસ્પિટલ પહોંચાડ્યો હતો
આ સમયે અલ્પુ સિંધી કહેતો હતો કે, મારી પાસે આવેલી ગાડી તું પાછી કઈ રીતે માગી શકે, તું જીવતો રહે તો ગાડી માંગેને એમ કહીને તેના બીજા મિત્રોને કહેતો હતો કે આજે તો આને મારીને ફેંકી દઈએ. ત્યારબાદ હું થોડો બેભાન જેવો થઈ ગયો હતો અને નીચે પડી ગયો હતો. જેથી, એ લોકોએ મને છુટા હાથથી અને પગથી લાતો મારી હતી તેઓ મને મારેલો સમજીને ત્યાંથી જતા રહ્યા હતા. આ સમયે કોઈ રાહદારીએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરીને બોલાવતા મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મેં આ મામલે અલ્પુ સિંધી, મુકેશ ઉર્ફે ચપટ ગોસ્વામી, રવિ દેવજાણી અને રાજુ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments