વડોદરા શહેરના સમતા વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ઘટના બનતાની સાથે ફાયર, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત અને જેસીબીની મદદથી મલબો હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ બિલ્ડિંગ 35 વર્ષ જૂની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જોઇન્ટ પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ફાયર વિભાગ રેસ્ક્યુ કરી રહ્યું
આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે, વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થયો હોવાનો કોલ મળ્યો હતો. હાલમાં ચાર વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અંદર કોઈ છે કે કેમ તે બાબતે ફાયર હાલમાં રેસ્ક્યુ કરી રહ્યું છે. બિલ્ડીંગ અચાનક ધરાશાયી થયું
સ્થાનિકે જણાવ્યું કે, ઉપર ત્રણ વ્યક્તિ હતા તેઓને આભાસ થતા તેઓ નીચે ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ બિલ્ડીંગ અચાનક ધરાશાયી થયું હતું. નીચે મજૂર હતા ત્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું અંદર કોઈ હોવાની હાલમાં આશંકા છે. ત્રણ ફ્લેટ ધરાશાયી થયા
આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર લીન પાટીલે જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગનું નામ સૂર્યકિરણ બિલ્ડીંગ છે અને અહીંયા આવેલા કુલ છ પૈકી ત્રણ ફ્લેટ ધરાશાયી થયા છે. હાલમાં જાણવા મળ્યું છે કે નીચે કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા, પરંતુ અમે કોન્ટ્રાકટર સાથે વાતચીત કરતા તેઓ નીકળી ગયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં કોઈ ઇજાગ્રસ્ત અંગેની માહિતી નથી. બે થી ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી
આ અંગે સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે બે થી ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જેઓને સારવાર આપવામાં આવી છે. નીચેના ફ્લોર પર નવો મકાન માલિક આવતા રિનોવેશન થતું હતું જેના કારણે બિલ્ડિંગ વાઇબ્રેટ થતી હતી. અગાઉ નિર્ભયતા શાખા દ્વારા હાઉસિંગ બોર્ડની નોટિસ આપવામાં આવેલી છે.